Bihar CM Oath Ceremony: નીતિશ કુમારે 10મી વખત શપથ લીધા
નીતિશ કુમારે 10મી વખત બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક નેતાઓ હાજર જેડીયુએ જમા ખાનને ફરીથી મંત્રી તરીકે નિયુક્ત કર્યા નીતિશ કુમારે 10મી વખત બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા. ગાંધી મેદાન ખાતે...
01:06 PM Nov 20, 2025 IST
|
SANJAY
- નીતિશ કુમારે 10મી વખત બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા
- પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક નેતાઓ હાજર
- જેડીયુએ જમા ખાનને ફરીથી મંત્રી તરીકે નિયુક્ત કર્યા
નીતિશ કુમારે 10મી વખત બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા. ગાંધી મેદાન ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અનેક વરિષ્ઠ ભાજપ નેતાઓ હાજર રહ્યા હતા. સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહાએ ડેપ્યુટી CM પદના શપથ લીધા હતા. સાથે જ 26 મંત્રીઓએ પણ શપથ લીધા. તેમાં ભાજપના ક્વોટામાંથી 14, જેડીયુમાંથી 8, એલજેપી(આર)માંથી 2, એચએએમમાંથી 1 અને કુશવાહાની પાર્ટીમાંથી 1 મંત્રીનો સમાવેશ થાય છે. આ મંત્રીમંડળમાં એક મુસ્લિમ ચહેરો સામેલ છે. જેડીયુએ જમા ખાનને ફરીથી મંત્રી તરીકે નિયુક્ત કર્યા છે.
Next Article