Bihar : બીજા તબક્કામાં 122 બેઠક પર મતદાન! 9 મંત્રી, 136 મહિલા સહિત 1302 ઉમેદવાર મેદાને
Bihar : બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનું મતદાન આજે શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે, જેમાં કુલ 122 બેઠકો પર ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ કરવામાં આવશે. ચંપારણથી લઈને સીમાંચલ સુધીના વિસ્તારોમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો, જ્યાં 45,399 મતદાન કેન્દ્રો પર 3.70 કરોડથી વધુ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
10:30 AM Nov 11, 2025 IST
|
Hardik Shah
- બિહારમાં બીજા તબક્કામાં 122 બેઠક પર મતદાન
- આજે અંતિમ તબક્કાનું મતદાન, 14 નવેમ્બરે પરિણામ
- ચંપારણથી સીમાંચલ સુધી મતદારોમાં ભારે ઉત્સાહ
- 9 મંત્રી, 136 મહિલા સહિત 1302 ઉમેદવાર મેદાને
- 5 પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પણ લડી રહ્યાં છે ચૂંટણી
- 45,399 મતદાન કેન્દ્ર પર 3.70 કરોડથી વધુ મતદાર
Bihar : બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનું મતદાન આજે શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે, જેમાં કુલ 122 બેઠકો પર ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ કરવામાં આવશે. ચંપારણથી લઈને સીમાંચલ સુધીના વિસ્તારોમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો, જ્યાં 45,399 મતદાન કેન્દ્રો પર 3.70 કરોડથી વધુ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
આ મહત્વપૂર્ણ ચૂંટણી જંગમાં 9 મંત્રીઓ, 136 મહિલાઓ સહિત કુલ 1302 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 5 પાર્ટીના પ્રદેશ અધ્યક્ષો પણ પોતાની રાજકીય તાકાતનું પરીક્ષણ કરી રહ્યા છે. આજે ચૂંટણી પૂર્ણ થયા બાદ સમગ્ર રાજ્યની નજર 14 નવેમ્બરના રોજ આવનારા ચૂંટણી પરિણામો પર ટકેલી છે, જે બિહારના આગામી રાજકીય ભવિષ્યનો નિર્ણય કરશે.
આ પણ વાંચો : LIVE:Bihar Election 2025 Live : પ્રથમ બે કલાકમાં 14.55 ટકા મતદાન, વોટિંગ કેન્દ્ર પર ભારે ભીડ
Next Article