બિલ ગેટ્સે શેર કર્યો 48 વર્ષ જૂનો બાયોડેટા, ગેટ્સની યોગ્યતા જોઇ યુઝર્સ થઇ ગયા ચકિત
સામાન્ય રીતે સારી નોકરી મેળવવા માટે, દરેક વ્યક્તિ રિઝ્યુમ તૈયાર કરતાં હોય છે.કારણ કે કંપની વ્યક્તિની લાયકાત અને અનુભવો વિશે રિઝ્યુમમાંથી જ જાણી શકે છે. જો બાયોડેટા યોગ્ય રીતે બનાવવામાં આવે છે, તો કંપની ઝડપથી પ્રભાવિત થાય છે અને સારી ઓફર કરે છે. ત્યારે બિલ ગેટ્સ જેવા અબજોપતિએ પણ સારી નોકરી મેળવવાની ઝંખનામાં 48 વર્ષ પહેલા બાયોડેટા તૈયાર કર્યો હતો, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છà
Advertisement
સામાન્ય રીતે સારી નોકરી મેળવવા માટે, દરેક વ્યક્તિ રિઝ્યુમ તૈયાર કરતાં હોય છે.કારણ કે કંપની વ્યક્તિની લાયકાત અને અનુભવો વિશે રિઝ્યુમમાંથી જ જાણી શકે છે. જો બાયોડેટા યોગ્ય રીતે બનાવવામાં આવે છે, તો કંપની ઝડપથી પ્રભાવિત થાય છે અને સારી ઓફર કરે છે. ત્યારે બિલ ગેટ્સ જેવા અબજોપતિએ પણ સારી નોકરી મેળવવાની ઝંખનામાં 48 વર્ષ પહેલા બાયોડેટા તૈયાર કર્યો હતો, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
માઈક્રોસોફ્ટ કંપનીના કો-ફાઉન્ડર અને પ્રેસિડેન્ટ બિલ ગેટ્સે સોશિયલ નેટવર્કિંગ સાઈટ Linkedin પર પોતાનો 48 વર્ષ જૂનો રિઝ્યૂમે શેર કર્યો છે. બાયોડેટા શેર કરતી વખતે, બિલ ગેટ્સે લખ્યું હતું કે "તમે તાજેતરના સ્નાતક હો કે કૉલેજ ડ્રોપઆઉટ, મને ખાતરી છે કે તમારું રિઝ્યુમ 48 વર્ષ પહેલાં કરતાં ઘણું સારું હશે."
બિલ ગેટ્સે ડેટાબેઝ મેનેજમેન્ટ, ઓપરેટિંગ સિસ્ટમ સ્ટ્રક્ચર, કમ્પાઇલર કન્સ્ટ્રક્શન અને કોમ્પ્યુટર ગ્રાફિક્સ સહિતના ઘણા કોર્સ પૂરા કર્યા. આ 48 વર્ષ જૂના રિઝ્યુમમાં, બિલ ગેટ્સે Fortran, COBOL, ALGOL, BASIC અને અન્ય ઘણી પ્રોગ્રામિંગ ભાષાઓમાં પણ તેનો ઉલ્લેખ કર્યો છે.તેમના રિઝ્યુમ ભૂતકાળના અનુભવોનો પણ ઉલ્લેખ કરે છે જે દર્શાવે છે કે જેમાં તેમણે 1973માં "TRW સિસ્ટમ્સ ગ્રુપ્સ" સાથે સિસ્ટમ પ્રોગ્રામર તરીકે કામ કર્યું હતું.
LinkedIn પર બિલ ગેટ્સના રિઝ્યૂમ પોસ્ટ કર્યા પછી લાખો વપરાશકર્તાઓએ તેના પર ઘણી કૅમેન્ટ્સ કરી રહયા છે. 48 વર્ષ પહેલા બિલ ગેટ્સની આટલી બધી લાયકાત જોઈને યુઝર્સના માથા ફરે છે. યુઝર્સ બિલ ગેટ્સનો 48 વર્ષ જૂનો રિઝ્યુમ આજની સરખામણીમાં ખૂબ જ અસરકારક માની રહ્યા છે.
Advertisement


