Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પાટીલ અને કેજરીવાલ બાદ હર્ષ સંઘવીનું પણ ટ્વિટ, દિલ્હી મોડેલ અંગે કરેલા ટ્વિટનો શું મળ્યો જવાબ?

ગરમીની સાથે સાથે ગુજરાતના રાજકારણનો પારો પણ અદ્ધર જઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ બાદથી ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે નિવેદનબાજી શરુ થઇ છે. આ નિવેદનબાજી હવે ટ્વિટ વૉરમાં ફેરવાઇ છે. ભાાજપ અને આપના નેતાઓ દ્વારા ટ્વિટર પર એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરવામાં આવી રહ્યા છે. જેની શરુઆત આજે બપોરે ભાજપના પ્રદેશ પ્રમુખ
પાટીલ અને કેજરીવાલ બાદ હર્ષ સંઘવીનું પણ ટ્વિટ  દિલ્હી મોડેલ અંગે કરેલા ટ્વિટનો શું મળ્યો જવાબ
Advertisement
ગરમીની સાથે સાથે ગુજરાતના રાજકારણનો પારો પણ અદ્ધર જઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ બાદથી ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે નિવેદનબાજી શરુ થઇ છે. આ નિવેદનબાજી હવે ટ્વિટ વૉરમાં ફેરવાઇ છે. ભાાજપ અને આપના નેતાઓ દ્વારા ટ્વિટર પર એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરવામાં આવી રહ્યા છે. જેની શરુઆત આજે બપોરે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના ટ્વિટથી થઇ હતી. 
સીઆર પાટીલનું ટ્વિટ
આજે ગુજરાત પ્રવાસે આવેલા કેજરીવાલે ભરુચમાં આદિવાસી સંમેલનમાં સંબોધન કર્યુ હતું. તેવામાં કેજરીવાલ પર ખાલિસ્તાની સમર્થક હોવાના આક્ષેપ સાથેનું ભાજપ પ્રમુખ દ્નારા ટ્વિટ કરવામાં આવ્યું હતું. સીઆર પાટીલે ટ્વિટ કરીને લખ્યું કે ‘ખાલિસ્તાની માનસિકતા ધરાવતા લોકોને પોતાની પાર્ટીમાં જવાબદારી આપતા અને ખાલિસ્તાનની માંગણી કરવી એ બંધારણીય અધિકાર છે એવું માનતા અરવિંદ કેજરીવાલ આ દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે.’

કેજરીવાલે આપ્યો આવો જવાબ
સીઆર પાટીલે કરેલા ટ્વિટના જવાબમાં અરવિંદ કેજરીવાલે પણ ટ્વિટ કર્યું. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે,‘મહારાષ્ટ્રના  સીઆર પાટીલ ગુજરાત ભાજપના અધ્યક્ષ છે. શું ભાજપને અધ્યક્ષ બનાવવા માટે એક પણ ગુજરાતી ના મળ્યો? લોકો કહે છે કે તેઓ માત્ર અધ્યક્ષ નથી પરંતુ ગુજરાત સરકાર પણ તેઓ જ ચલાવે છે. સાચા મુખ્યમંત્રી તેઓ જ છે. આ તો ગુજરાતના લોકોનું ઘોર અપમાન છે. ભાજપવાળાઓ ગુજરાતને ગુજરાતી અધ્યક્ષ આપો.’
Advertisement

હર્ષ સંઘવી પણ ટ્વિટ વોરમાં કુદ્યા
પાટીલ અને કેજરીવાલ વચ્ચે શરુ થયેલા આ ટ્વિટ વૉરમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ કુદ્યા હતા. તેમણે પણ દિલ્હીમાં પાણીની સમસ્યા અંગેનો એક વિડીયો શેર કર્યો હતો. આ વિડીયોની અંદર દિલ્હીના લોકો પાણીની સમસ્યા અંગે વાત કરી રહ્યા છે. સાથે જ હર્ષ સંઘવીએ કેપ્શનમાં ‘દિલ્હી મોડેલ’ એવું લખ્યું હતું.
Advertisement

ઇસુદાન ગઢવી પણ મેદાને 
હર્ષ સંઘવીના દિલ્હીમાં પાણીની સમસ્યા વાળા ટ્વિટ બાદ ગુજરાત આપ નેતા ઇસુદાન ગઢવી પણ મેદાને ઉતર્યા હતા. તેમણે હર્ષ સંઘવીના વિડીયોને રીટ્વિટ કરીને અમદાવાદમાં પાણીની સમસ્યા અંગેનો એક વિડીયો શેર કર્યો હતો. સાથે લખ્યું હતું કે ‘ભ્રષ્ટ ભાજપનું પ્રદુષિત મોડલ! અઢી દાયકા બાદ પણ ગુજરાતીઓઓ પાણીજન્ય રોગોથી ત્રસ્ત, ભાજપના નેતાઓ જનતાના પૈસા બુચ મારવામાં હંમેશા વ્યસ્ત’

AAPએ પાટીલના મરાઠી હોવાની વાતને મુદ્દો બનાવ્યો
ઉલ્લેખનીય છે કે આજ જાહેર સભાને સંબોધન સમયે પણ અરવિંદ કેજરીવાલે ગુરાત ભાજપના પ્રમુખ મહારાષ્ટ્રની હોવાની વાતને લઇને સવાલો ઉઠાવ્યા હતા. બાદમાં ટ્વિટ કરીને પણ આ વાત કરી છે. તો જ્યારે આપ નેતા ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલીયાએ પ્રેસ કોન્ફરન્સ કરી તો તેમણે પણ આ સાવલ જ કર્ય છે કે ગુજરાત ભાજપના પ્રમુખ ગુજરાત બારના કેમ? જેથી એક વાત સ્પષ્ટ થાય છે કે આપ દ્વારા ભાજપના કાઉન્ટરમાં પાટીલના મરાઠી હોવાની વાતને મુદ્દો બનાવીને આગળ કર્યો છે.
Tags :
Advertisement

.

×