વિસાવદર બેઠક પર ભાજપે કિરીટ પટેલને ઉતાર્યા મેદાને
જૂનાગઢની વિસાવદર વિધાનસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણીમાં ભાજપે સહકારી આગેવાન કિરીટ પટેલને મેદાને ઉતાર્યા છે. બે ટર્મ સુધી જૂનાગઢના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવનાર પટેલને 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ ટિકિટ મળી હતી.
Advertisement
Visavadar By Election 2025 : જૂનાગઢની વિસાવદર વિધાનસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણીમાં ભાજપે સહકારી આગેવાન કિરીટ પટેલને મેદાને ઉતાર્યા છે. બે ટર્મ સુધી જૂનાગઢના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવનાર પટેલને 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ ટિકિટ મળી હતી. ટિકિટની જાહેરાત બાદ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, વિસાવદરના મતદારો વિકાસને પ્રાથમિકતા આપીને ભાજપને સમર્થન આપશે. પટેલે જણાવ્યું કે, તેઓ વિસાવદરના પ્રશ્નોને ઉકેલવા અને પ્રદેશના વિકાસ માટે હંમેશા પ્રતિબદ્ધ રહેશે. આ પેટાચૂંટણી વિસાવદરના રાજકીય ભવિષ્ય માટે મહત્વપૂર્ણ મનાઈ રહી છે.
Advertisement