ભાજપ બક્ષીપંચ મોરચો રાજ્યભરમાં યોજશે ખાટલા બેઠકો
પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાની ઉત્તર ઝોનની બૃહદ બેઠક અમદાવાદમાં મળી હતી. બક્ષીપંચ મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી સંગમલાલ ગુપ્તાની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં વર્ષ 2022માં રાજ્યમાં આવનારી વિધાનસભા ચૂંટણીમાં બક્ષીપંચ મોરચાની ભૂમિકા અંગે અને ભાવિ કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી. બક્ષીપંચ મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી સંગમલાલ ગુપ્તાએ જણાવ્યું કે, વિધાનસભા ચૂંટણી માટે ભાજપે
Advertisement
પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાની ઉત્તર ઝોનની બૃહદ બેઠક અમદાવાદમાં મળી હતી. બક્ષીપંચ મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી સંગમલાલ ગુપ્તાની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં વર્ષ 2022માં રાજ્યમાં આવનારી વિધાનસભા ચૂંટણીમાં બક્ષીપંચ મોરચાની ભૂમિકા અંગે અને ભાવિ કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
બક્ષીપંચ મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી સંગમલાલ ગુપ્તાએ જણાવ્યું કે, વિધાનસભા ચૂંટણી માટે ભાજપે અત્યારથી જ તૈયારીઓ આરંભી દીધી છે. એ માટે છેવાડાના વિસ્તારમાં વસતા ઓબીસી મતદારો સુધી પહોંચવા ભાજપ આગામી દિવસોમાં રાજ્યભરમાં ખાટલા બેઠકો કરશે. ઓબીસી મતદારો કોંગ્રેસના કમિટેડ વોટર્સ ગણાય છે પણ કોંગ્રેસે આટલા વર્ષોમાં ઓબીસી મતદારો માટે કઈ જ કર્યું નથી.
વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ગુજરાતમાં તેની ડિપોઝીટ પણ ગુમાવશે એ હદે તેનો સફાયો થશે. ભાજપે ઓબીસી માટે કામ કર્યું છે. વર્ષ 2018માં ભાજપ સરકારે ઓબીસી કમિશન બનાવ્યું અને આઝાદી પછી પ્રથમવાર એવું બન્યું છે કે કોઈ સરકારમાં 27 ઓબીસી મંત્રીઓને સ્થાન મળ્યું હોય. પરિવાર માટે જ કામ કરનારી કોંગ્રેસનો સફાયો થશે અને 2022માં કોઈ વિપક્ષનું અસ્તિત્વ જ નહીં હોય તેમ સંગમલાલ ગુપ્તાએ કહ્યું હતું.


