BJP Gujarat : Chhattisgarh પૂરની સ્થિતિને લઇ ગુજરાત સેવા માટે તત્પર
32 વસ્તુઓ સાથેની 4 હજાર કીટ છત્તીસગઢ પૂરપીડિતો માટે તૈયાર ભાજપ કાર્યાલય કમલમ ખાતેથી રાહત સામગ્રી મોકલાઇ CM ભૂપેન્દ્રભાઇ પટેલે સામગ્રી ભરેલા રથને લીલીઝંડી આપી છત્તીસગઢ પૂરની સ્થિતિને લઇ ગુજરાત સેવા માટે તત્પર છે. જેમાં ભાજપ કાર્યાલય કમલમ ખાતેથી...
02:20 PM Sep 11, 2025 IST
|
SANJAY
- 32 વસ્તુઓ સાથેની 4 હજાર કીટ છત્તીસગઢ પૂરપીડિતો માટે તૈયાર
- ભાજપ કાર્યાલય કમલમ ખાતેથી રાહત સામગ્રી મોકલાઇ
- CM ભૂપેન્દ્રભાઇ પટેલે સામગ્રી ભરેલા રથને લીલીઝંડી આપી
છત્તીસગઢ પૂરની સ્થિતિને લઇ ગુજરાત સેવા માટે તત્પર છે. જેમાં ભાજપ કાર્યાલય કમલમ ખાતેથી રાહત સામગ્રી મોકલાઇ છે. તેમાં CM ભૂપેન્દ્રભાઇ પટેલે સામગ્રી ભરેલા રથને લીલીઝંડી આપી છે. જેમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા ઉપસ્થિત રહ્યાં છે. સંગઠન મહામંત્રી રત્નાકરજી, મહામંત્રી રજની પટેલ પણ હાજર રહ્યાં છે. કમલમથી માલસામાન લઈ જતી 8 ટ્રકને રવાના કરવામાં આવી છે. પૂરપીડિતો માટે ભાજપ દ્વારા સેંકડો કીટનું નિર્માણ કરાયું છે. પૂરપીડિત કીટ સાથે જીવનજરૂરી વસ્તુઓ, ફૂડ પેકેટની સહાય અપાઇ છે. 32 વસ્તુઓ સાથેની 4 હજાર કીટ છત્તીસગઢ પૂરપીડિતો માટે તૈયાર કરાઇ હતી.
Next Article