Gandhinagar : માણસા યુવરાજ સાહેબે કાઢી ઝાટકણી
રાજપૂત સમાજની ગોષ્ટિમાં યોગરાજસિંહ રાઓલનો રોષ, જયરાજસિંહ પરમારની ઝાટકણી માણસામાં રાજપૂત સમાજનો ગુસ્સો: યુવરાજ યોગરાજસિંહે જયરાજસિંહને આપી ચેતવણી માણસા રાજવી યુવરાજ યોગરાજસિંહે જયરાજસિંહ પરમારને લગાવી ફિટકાર, રાજપૂત ઇતિહાસનું અપમાન નહીં સહન ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે રાજપૂત સમાજની એક ગોષ્ટિનું...
Advertisement
- રાજપૂત સમાજની ગોષ્ટિમાં યોગરાજસિંહ રાઓલનો રોષ, જયરાજસિંહ પરમારની ઝાટકણી
- માણસામાં રાજપૂત સમાજનો ગુસ્સો: યુવરાજ યોગરાજસિંહે જયરાજસિંહને આપી ચેતવણી
- માણસા રાજવી યુવરાજ યોગરાજસિંહે જયરાજસિંહ પરમારને લગાવી ફિટકાર, રાજપૂત ઇતિહાસનું અપમાન નહીં સહન
ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે રાજપૂત સમાજની એક ગોષ્ટિનું આયોજન માણસા કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા નેતા જયરાજસિંહ પરમારે રાજપૂત સમાજ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. તેમણે રાજપૂત સમાજના ઇતિહાસ અને વિરાસત વિશે ખોટી માહિતી રજૂ કરી હોવાનો આરોપ લાગ્યો છે. આના જવાબમાં માણસાના રાજવી પરિવારના યુવરાજ યોગરાજસિંહ રાઓલે જયરાજસિંહ પરમારની કડક શબ્દોમાં ઝાટકણી કાઢી અને તેમને રાજપૂત સમાજનો ખોટો ઇતિહાસ ન રજૂ કરવાની સ્પષ્ટ ચેતવણી આપી દીધી હતી.
Advertisement


