Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જમશેદપુર ટાટા સ્ટીલ કોક પ્લાન્ટમાં ધડાકો, ત્રણ કર્મચારી ઘાયલ

ઝારખંડના જમશેદપુરમાં ટાટા સ્ટીલના પ્લાન્ટમાં  બ્લાસ્ટ થયો છે. કોક પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી. આગને કાબૂમાં લેવા માટે અનેક ફાયર ટેન્કરો ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. મુખ્યમંત્રી હેમંત સોરેને ટ્વીટ કરીને જણાવ્યું કે જમશેદપુરના ટાટા સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટના સમાચાર મળ્યા છે. જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ ટાટા સ્ટીલ મેનેજમેન્ટ સાથે સંકલનમાં ઘાયલોની ઝડપી સારવ
જમશેદપુર ટાટા સ્ટીલ કોક પ્લાન્ટમાં ધડાકો  ત્રણ કર્મચારી ઘાયલ
Advertisement
ઝારખંડના જમશેદપુરમાં ટાટા સ્ટીલના પ્લાન્ટમાં  બ્લાસ્ટ થયો છે. કોક પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી. આગને કાબૂમાં લેવા માટે અનેક ફાયર ટેન્કરો ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. મુખ્યમંત્રી હેમંત સોરેને ટ્વીટ કરીને જણાવ્યું કે જમશેદપુરના ટાટા સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટના સમાચાર મળ્યા છે. જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ ટાટા સ્ટીલ મેનેજમેન્ટ સાથે સંકલનમાં ઘાયલોની ઝડપી સારવાર માટે કાર્યવાહીમાં રોકાયેલા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બેટરી નંબર પાંચ, છ, સાતની ગેસ લાઇનમાં ગેસ કટિંગ અને વેલ્ડીંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે જ પાઇપલાઇનમાંથી ગેસ લીકેજ થવા લાગ્યો હતો. ગેસ લાઇનમાં કોક ઓવન ગેસ હતો, જેને કાર્બન મોનોક્સાઇડ તરીકે ઓળખાય છે. તે અત્યંત જ્વલનશીલ છે. વિસ્ફોટ બાદ તેમાં આગ લાગી અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું.
કોક પ્લાન્ટમાં વિસ્ફોટ એટલો ભયાનક હતો કે તેનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો. બ્લાસ્ટનો અવાજ સાંભળીને લોકો ગભરાઈ ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્ફોટ કોક પ્લાન્ટની બેટરી નંબર પાંચ, છ અને સાતની વચ્ચે થયો હતો. વિસ્ફોટમાં એક કોન્ટ્રાક્ટ કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ સાથે અન્ય બે કોન્ટ્રાક્ટ કામદારોને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી. તમામની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
Tags :
Advertisement

.

×