ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલમાં બ્લાસ્ટ, 21ના મોત

અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલની એક મસ્જીદમાં (Blast in Kabul Mosque) બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં 21 લોકોના મોત થયાં છે અને 60 લોકો ઈજાગ્રસ્ત થયાં છે. કાબૂલ શહેરના સર-એ-કોટલ ખૈર ખાના વિસ્તારની મસ્જીદમાં મગરિબની નમાઝ દરમિયાન આ બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટની ઘટનાના ઈજાગ્રસ્તોને સારવાર માટે કાબૂલની ઈમર્જન્સી હોસ્પિટલમાં એડમીટ કરાયા છે. આ ઘટનામાં મૃતકઆંક વધી શકે છે.કાબૂલ સુરક્ષા વિભાગના પ્રવાક્તા ખાલિà
06:06 PM Aug 17, 2022 IST | Vipul Pandya
અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલની એક મસ્જીદમાં (Blast in Kabul Mosque) બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં 21 લોકોના મોત થયાં છે અને 60 લોકો ઈજાગ્રસ્ત થયાં છે. કાબૂલ શહેરના સર-એ-કોટલ ખૈર ખાના વિસ્તારની મસ્જીદમાં મગરિબની નમાઝ દરમિયાન આ બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટની ઘટનાના ઈજાગ્રસ્તોને સારવાર માટે કાબૂલની ઈમર્જન્સી હોસ્પિટલમાં એડમીટ કરાયા છે. આ ઘટનામાં મૃતકઆંક વધી શકે છે.કાબૂલ સુરક્ષા વિભાગના પ્રવાક્તા ખાલિà
અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલની એક મસ્જીદમાં (Blast in Kabul Mosque) બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં 21 લોકોના મોત થયાં છે અને 60 લોકો ઈજાગ્રસ્ત થયાં છે. કાબૂલ શહેરના સર-એ-કોટલ ખૈર ખાના વિસ્તારની મસ્જીદમાં મગરિબની નમાઝ દરમિયાન આ બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટની ઘટનાના ઈજાગ્રસ્તોને સારવાર માટે કાબૂલની ઈમર્જન્સી હોસ્પિટલમાં એડમીટ કરાયા છે. આ ઘટનામાં મૃતકઆંક વધી શકે છે.
કાબૂલ સુરક્ષા વિભાગના પ્રવાક્તા ખાલિત જાદરાને (Khalid Zadran) બ્લાસ્ટની પુષ્ટિ કરતા જણાવ્યું કે, કાબૂલના  (Kabul) પીડી 17માં એક મસ્જીદમાં બોમ્બ વિસ્ફોટ થયો છે. તેમણે જણાવ્યું કે, વિસ્તારમાં સુરક્ષા દળ પહોંચી ચુક્યું છે અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી રહ્યાં છે.
સમગ્ર વિસ્તારને તાલિબાનના સિક્યોરિટી ગાર્ડ્ઝે સીલ કરી દીધો છે. હાલ ઈજાગ્રસ્તોને કાબૂલની જુદી-જુદી હોસ્પિટલોમાં સારવાર માટે લઈ જવામાં આવી રહ્યાં છે. આ બ્લાસ્ટની જવાબદારી હજુ કોઈ સંગઠનોએ લીધી નથી. વિતેલા મહિનાઓમાં એવા અનેક હુમલાઓ થયાં જેમાં મસ્જીદોને જ નિશાન બનાવવામાં આવી હોય.

ઉલ્લેખનીય છે કે, થોડાં દિવસો પૂર્વે પણ અફઘાનિસ્તાની રાજધાની કાબૂલમાં ભીષણ બ્લાસ્ટ થયો હતો. જેમાં 8 લોકોના મોત થયાં હતા જ્યારે 18 ઘાયલ થયાં હતા. આ બ્લાસ્ટ કાબૂલના પીડી6ના સરકારિઝ રહેણાંકી વિસ્તારમાં થયો હતો,. વિસ્ફોટક સામગ્રી એક ગાડીમાં રાખવામાં આવી હતી. આ બ્લાસ્ટની જવાબદારી ઈસ્લામિક સ્ટેટે લીધી હતી.

Tags :
AfghanistanBlastGujaratFirstKabul
Next Article