તેલંગણાની કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 7 લોકો ઈજાગ્રસ્ત
તેલંગણાના (Telangana) નલગોંડામાં આજે એક કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો જેમા 7 લોકો ઈજાગ્રસ્ત થયાં છે. જેમાંથી 1ની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. મળતી વિગતો પ્રમાણે નલગોંડા શહેરમાં આવેલી ફાર્માસ્યુટિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો.નાલગોંડાના (Nalgonda) પોલીસ અધિક્ષક રેમા રાજેશ્વરીએ જણાવ્યું હતું કે, 'તમામ ઘાયલોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઓછામાં ઓછા એકની હ
06:23 PM Aug 24, 2022 IST
|
Vipul Pandya
તેલંગણાના (Telangana) નલગોંડામાં આજે એક કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો જેમા 7 લોકો ઈજાગ્રસ્ત થયાં છે. જેમાંથી 1ની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. મળતી વિગતો પ્રમાણે નલગોંડા શહેરમાં આવેલી ફાર્માસ્યુટિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો.
નાલગોંડાના (Nalgonda) પોલીસ અધિક્ષક રેમા રાજેશ્વરીએ જણાવ્યું હતું કે, "તમામ ઘાયલોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઓછામાં ઓછા એકની હાલત ગંભીર છે. હાલ તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે બ્લાસ્ટનું કારણ શું છે. કેસ નોંધવામાં આવશે, વધુ તપાસ ચાલુ છે.
Next Article