ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ઉદેપૂર-અમદાવાદ રેલવે ટ્રેક પર બ્લાસ્ટ, સ્થળ પરથી મળી વિસ્ફોટક સામગ્રી

13 દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ઉદેપુર-અમદાવાદ રેલ્વે લાઇન પર બ્લાસ્ટની ઘટનાથી ગભરાટનો માહોલ સર્જાયો. પ્રથમ દ્રષ્ટિએ આ બ્લાસ્ટ રેલ્વે ટ્રેકને ઉખેડવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે. સ્થળ પરથી ગનપાઉડર પણ મળી આવ્યો છે. વાસ્તવમાં સ્થળની આસપાસ ખાણકામનો વિસ્તાર પણ છે. પોલીસ અને રેલવે અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. ઘટના સ્થળની બંને બાજુથી ટ્રેનની અવરજવર બંધ કરી દેવાઇ છે.શà
11:57 AM Nov 13, 2022 IST | Vipul Pandya
13 દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ઉદેપુર-અમદાવાદ રેલ્વે લાઇન પર બ્લાસ્ટની ઘટનાથી ગભરાટનો માહોલ સર્જાયો. પ્રથમ દ્રષ્ટિએ આ બ્લાસ્ટ રેલ્વે ટ્રેકને ઉખેડવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે. સ્થળ પરથી ગનપાઉડર પણ મળી આવ્યો છે. વાસ્તવમાં સ્થળની આસપાસ ખાણકામનો વિસ્તાર પણ છે. પોલીસ અને રેલવે અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. ઘટના સ્થળની બંને બાજુથી ટ્રેનની અવરજવર બંધ કરી દેવાઇ છે.શà
13 દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ઉદેપુર-અમદાવાદ રેલ્વે લાઇન પર બ્લાસ્ટની ઘટનાથી ગભરાટનો માહોલ સર્જાયો. પ્રથમ દ્રષ્ટિએ આ બ્લાસ્ટ રેલ્વે ટ્રેકને ઉખેડવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે. સ્થળ પરથી ગનપાઉડર પણ મળી આવ્યો છે. વાસ્તવમાં સ્થળની આસપાસ ખાણકામનો વિસ્તાર પણ છે. પોલીસ અને રેલવે અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. ઘટના સ્થળની બંને બાજુથી ટ્રેનની અવરજવર બંધ કરી દેવાઇ છે.
શું રેલવે બ્રિજને ઉડાવી દેવાનું હતું ષડયંત્ર ?
સ્થાનિક ગ્રામજનોની સતર્કતાને કારણે આ નવા માર્ગ પર મોટી દુર્ઘટના ટળી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર કેવડે કી નાલમાં ઓઢા રેલ્વે બ્રિજ નજીક  સ્લૂમ્બર માર્ગ પર શનિવારે મોડી રાત્રે આ ઘટના બની હતી.અહીં ગત રાત્રે 10 વાગે ગામલોકોએ વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો. આ પછી કેટલાક યુવકો તરત જ ટ્રેક પર પહોંચી ગયા હતા. ત્યાંની હાલત જોઈને બધા દંગ રહી ગયા. તેમણે કહ્યું કે રેલ્વે લાઇન પર ગનપાઉડર પડેલો હતો. રેલવે બ્રિજને ઉડાવી દેવાનું ષડયંત્ર હોય તેવું લાગી રહ્યું છે.

બ્રિજ પરની લાઇનમાંથી નટ-બોલ્ટ ગાયબ 
અનેક જગ્યાએ પાટા તૂટી ગયા છે. બ્રિજ પરની લાઇનમાંથી નટ-બોલ્ટ પણ ગાયબ જોવા મળ્યા હતા. પાટા પરથી એક પાતળી લોખંડની પરત પણ ઉખડી ગયેલી મળી આવી હતી. ઘટનાની પુષ્ટિ કરતા ઉદયપુરના પોલીસ અધિક્ષક વિકાસ શર્માએ જણાવ્યું હતું કે એફએસએલની ટીમ ઘટનાસ્થળે છે. તપાસ બાદ જ સાચી સ્થિતિ જાણી શકાશે. રેલવે અજમેર ડિવિઝનના જનસંપર્ક અધિકારી અશોક ચૌહાણે આ ઘટનાની પુષ્ટિ કરી, અને કહ્યું કેતપાસ ચાલુ છે. ઘટનાસ્થળે બંને તરફ ટ્રેનો રોકી દેવામાં આવી છે, અને રેલવે ટ્રેકનું સમારકામ શરૂ કરી દેવાયું છે. 
આ પણ વાંચો -  આતંકીઓએ બે પ્રવાસી શ્રમિકો પર કર્યો હુમલો, સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન કર્યું શરૂ
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadBlastconspiracyexplosivefoundGujaratFirstmaterialRailwaytrackUdaipur
Next Article