સ્વામીનારાયણ નગરમાં મીડિયા વિભાગ દ્વારા કરાયુ રક્તદાન, અત્યાર સુધીમાં 9500 લોકો કરી ચૂક્યા છે રક્તદાન
બ્રહ્મ સ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં લોકોને જ્ઞાનની સાથે સાથે દાનનું મહત્વ પણ સમજાવવામાં આવે છે. દાન એટલે કે રક્તદાન.આજે મીડિયા વિભાગમાં સેવા બજાવતા લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ નગરમાં મહોત્સવ પ્રારંભને આજે 24મો દિવસ છે..જોતજોતામાં મહોત્સવ શરૂ થયાને 23 દિવસ પૂર્ણ થયા છે.. જ્યારથી મહોત્સવની શરૂઆત થઈ ત્યારથી દાનની સરવાણી પણ વહી રહી છે. ન
10:21 AM Jan 07, 2023 IST
|
Vipul Pandya
બ્રહ્મ સ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં લોકોને જ્ઞાનની સાથે સાથે દાનનું મહત્વ પણ સમજાવવામાં આવે છે. દાન એટલે કે રક્તદાન.આજે મીડિયા વિભાગમાં સેવા બજાવતા લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ નગરમાં મહોત્સવ પ્રારંભને આજે 24મો દિવસ છે..
જોતજોતામાં મહોત્સવ શરૂ થયાને 23 દિવસ પૂર્ણ થયા છે.. જ્યારથી મહોત્સવની શરૂઆત થઈ ત્યારથી દાનની સરવાણી પણ વહી રહી છે. નગરમાં સેવા કરવા માટે આવેલા સ્વયં સેવકો કે પછી દર્શન અર્થે આવતા હરિભક્તો માટે આરોગ્ય લક્ષી વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. અહી સેવા માટે અથવા તો નિહાળવા આવેલા લોકોના સ્વાસ્થ્ય માટે કોઈ પણ પ્રશ્ન આવે તો તેઓ અહી સારવાર કરાવી શકે છે.
આ ઉપરાંત અહી સૌથી મોટી વાત એ છે કે અહી પહેલા દિવસથી રક્તદાન શિબિર ચલાવવામાં આવે છે.છેલ્લા 24 દિવસથી સતત રક્તદાન શિબિર નગરમાં ચલાવવામાં આવી રહી છે.... નગરમાં બે જગ્યા એ રક્તદાન શિબિર ચાલે છે... આ રક્તદાન શિબિરમાં અત્યાર સુધી 9500 લોકો રક્તદાન કરી ચૂક્યા છે..જેમાં 150થી વધુ સંતો પણ રક્તદાન કરી ચૂક્યા છે. સતત ચાલી રહેલી દાનની સરવાણીમાં આજે મીડિયા સેલના હરિભક્તો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું... મીડિયા સેલ સાથે કાર્યરત એવા 68 વ્યકિતઓએ રક્તદાન કર્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article