નવસારીમાં BLOની તબિયત લથડી! અધિકારીઓ પર દબાણનો આક્ષેપ
- નવસારીમાં SIRની કામગીરી દરમિયાન BLOની તબિયત લથડી
- BLO શીતલ પટેલની તબિયત લથડતાં દીકરી આવી મેદાનમાં
- શીતલ પટેલના કામના ભારણ હેઠળ તબિયત લથડી
- શીતલ પટેલને તાત્કાલિક સારવાર માટે ICUમાં દાખલ કરાયા
- દીકરાના લગ્ન હોવા છતાં પણ શીતલબેન કામગીરી કરતાં હતાં
- અધિકારીઓ દ્વારા કામગીરી અંગે દબાણ કરવામાં આવતું હોવાનો દાવો
- ઉપરના અધિકારીઓ કલેક્ટરના નામે ધમકાવતા હોવાનો આક્ષેપ
- ભારણનો મામલો સામે આવતાં BLOની દીકરીએ મોરચો ખોલ્યો
Navsari BLO health issue : નવસારીમાં ચાલી રહેલી SIR ની કામગીરી દરમિયાન બૂથ લેવલ ઓફિસર (BLO) શીતલ પટેલની તબિયત અચાનક લથડતાં તેમને તાત્કાલિક સારવાર માટે ICU માં દાખલ કરવામાં આવ્યા છે.
શીતલ પટેલના કામના ભારણ હેઠળ તબિયત લથડી
પ્રાથમિક અહેવાલો મુજબ, તેમની તબિયત બગડવા પાછળનું કારણ વધેલા કામનું ભારણ હતું. ગંભીર બાબત તો એ છે કે પુત્રના લગ્ન હોવા છતાં શીતલબેન ફરજ બજાવી રહ્યા હતા. આ ઘટના બાદ શીતલ પટેલની દીકરીએ અધિકારીઓ પર આક્રોશ વ્યક્ત કરતાં મોરચો ખોલ્યો છે અને સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે, ઉપરી અધિકારીઓ કલેક્ટરના નામે તેમને સતત ધમકાવીને કામગીરી માટે દબાણ કરી રહ્યા હતા, જેના પરિણામે તેમની માતાની તબિયત બગડી છે. આ સમગ્ર મામલો ચૂંટણીલક્ષી કામગીરીના ભારણ અને કર્મચારીઓ પરના માનસિક દબાણને ઉજાગર કરે છે, જેના કારણે એક કર્મચારીને હોસ્પિટલના બિછાને જવાની ફરજ પડી છે.
આ પણ વાંચો : ફરજ પર તણાવ! ઝાલોદના BLO ની તબિયત લથડી, હોસ્પિટલમાં ખસેડાયા


