Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બોલિવુડ અભિનેતા આશિષ વિદ્યાર્થીએ સુરતી લોચાનો સ્વાદ માણી પોતાનો અનુભવ શેર કર્યો

બોલિવુડના જાણીતા અભિનેતા આશિષ વિદ્યાર્થી સોશિયલ મીડિયામાં એક્ટિવ છે અને તે દેશ વિદેશમાં જ્યાં પણ જાય તે સ્થળે સ્થાનિક વાનગીઓ આરોગીને સોશિયલ મીડિયામાં પોતાના અનુભવો શેર કરતા રહે છે. તાજેતરમાં આશિષ વિદ્યાર્થીએ કૂ એપના તેમના સત્તાવાર હેન્ડલ પર વિડીયો શેર કર્યો હતો, જેમાં તે ગુજરાતના પ્રખ્યાત સ્ટ્રીટ ફુડ સુરતી લોચો ખાતા અને તેના વખાણ કરતા નજરે ચડયા હતા. સુરતનો લોચો દેશ વિદેશમાàª
બોલિવુડ અભિનેતા આશિષ વિદ્યાર્થીએ સુરતી લોચાનો સ્વાદ માણી પોતાનો અનુભવ શેર કર્યો
Advertisement
બોલિવુડના જાણીતા અભિનેતા આશિષ વિદ્યાર્થી સોશિયલ મીડિયામાં એક્ટિવ છે અને તે દેશ વિદેશમાં જ્યાં પણ જાય તે સ્થળે સ્થાનિક વાનગીઓ આરોગીને સોશિયલ મીડિયામાં પોતાના અનુભવો શેર કરતા રહે છે. તાજેતરમાં આશિષ વિદ્યાર્થીએ કૂ એપના તેમના સત્તાવાર હેન્ડલ પર વિડીયો શેર કર્યો હતો, જેમાં તે ગુજરાતના પ્રખ્યાત સ્ટ્રીટ ફુડ સુરતી લોચો ખાતા અને તેના વખાણ કરતા નજરે ચડયા હતા. 
સુરતનો લોચો દેશ વિદેશમાં વખાણાય છે. સુરતી લોચાને સવાર બપોર કે સાંજ કોઇ પણ સમયે નાસ્તા તરીકે ખાઇ શકાય છે.  ઓછા તેલ અને બાફીને બનાવાયેલા લોચાને મસાલેદાર દેશી ચટણી, મરચું અને સેવ સાથે પીરસવામાં આવે છે. આ ગુજરાતી પરંપરાગત સ્ટ્રીટ ફુડને સુરતી લોચા તરીકે ઓળખવામાં આવે છે. તેમણે સુરતી પાપડી પણ આરોગી હતી. 
આશિષ વિદ્યાર્થીએ કૂ એપના પોતાના હેન્ડલ પર વિડીયો શેર કર્યો હતો, જેમાં કેપ્શનમાં લખ્યું હતું કે આજ પહેલા આવું ક્યારેય આવું નથી કર્યું, જાની ફરસાણ, સુરત. ગુજરાતમાં સ્વાદિષ્ઠ નાસ્તો.
આશિષ વિદ્યાર્થીએ દેશની અલગ અલગ 11 ભાષાઓમાં કામ કર્યું છે, જેમાં હિન્દી, તમિલ, કન્નડ, મલયાલમ, તેલુગુ, બંગાળી, અંગ્રેજી, ઓડિયા અને મરાઠી સિનેમાની ફિલ્મોનો સમાવેશ થાય છે. તેમણે ટીવી સિરીયલ હમ પંછી એક ડાલ કે માં પણ કામ કર્યું હતું. 1995માં આશિષ વિદ્યાર્થીને દ્રોહ કાલ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો રાષ્ટ્રિય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો. 
Advertisement
Tags :
Advertisement

.

×