Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બોલિવુડની પહેલી સુપરસ્ટાર અભિનેત્રી 3 બંગલા, 7 લક્ઝુરિયસ કાર કલેક્શન, વાર્ષિક કમાણી કરોડોમાં

શ્રીદેવીને હિન્દી સિનેમાની પ્રથમ મહિલા સુપરસ્ટાર કહેવામાં આવે છે. તેણે ઘણી ખ્યાતિ અને સંપત્તિ કમાઈ. એટલું જ નહીં તેનો સમાવેશ હિન્દી સિનેમાની સૌથી મોંઘી અભિનેત્રીઓમાં પણ થયો હતો. બોલિવૂડની દિવંગત અભિનેત્રી શ્રીદેવીને કોઈ ઓળખની જરૂર નથી. દરેક વ્યક્તિ તેની સ્ટાઈલ, ડાન્સ અને એક્ટિંગના દીવાના છે. શ્રીદેવીની લોકો પર એવી છાપ હતી કે લોકો તેના નામ પર ફિલ્મો જોવા આવતા. જ્યારે પણ શ્રીદેàª
બોલિવુડની પહેલી સુપરસ્ટાર અભિનેત્રી 3 બંગલા  7 લક્ઝુરિયસ કાર કલેક્શન  વાર્ષિક કમાણી કરોડોમાં
Advertisement
શ્રીદેવીને હિન્દી સિનેમાની પ્રથમ મહિલા સુપરસ્ટાર કહેવામાં આવે છે. તેણે ઘણી ખ્યાતિ અને સંપત્તિ કમાઈ. એટલું જ નહીં તેનો સમાવેશ હિન્દી સિનેમાની સૌથી મોંઘી અભિનેત્રીઓમાં પણ થયો હતો. બોલિવૂડની દિવંગત અભિનેત્રી શ્રીદેવીને કોઈ ઓળખની જરૂર નથી. દરેક વ્યક્તિ તેની સ્ટાઈલ, ડાન્સ અને એક્ટિંગના દીવાના છે. શ્રીદેવીની લોકો પર એવી છાપ હતી કે લોકો તેના નામ પર ફિલ્મો જોવા આવતા. જ્યારે પણ શ્રીદેવીની ફિલ્મો સિનેમાઘરોમાં આવતી હતી. ત્યારે લોકો તેને જોવા માટે તલપાપડ રહેતા હતા. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી કરિયરની શરૂઆત કર્યા બાદ તેણે બોલિવુડમાં મોટું નામ બનાવ્યું હતું. આજે એટલે કે 13મી ઓગસ્ટે શ્રીદેવીનો જન્મદિવસ છે. વર્ષ 1963માં આ દિવસે તેમનો જન્મ થયો હતો.

હિન્દી સિનેમાની પ્રથમ મહિલા સુપરસ્ટાર
શ્રીદેવીએ પોતાના બોલિવૂડ કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મો આપી. સદમા, હિંમતવાલા, મિસ્ટર ઈન્ડિયા, ચાંદની, ઈંગ્લિશ વિંગ્લિશ જેવી ફિલ્મોમાં તેણે અભિનયનો નવો ચીલો ચીતર્યો કે કોઈ ભૂંસી ન શકે. શ્રીદેવીને હિન્દી સિનેમાની પ્રથમ મહિલા સુપરસ્ટાર કહેવામાં આવે છે. તેણે ઘણી ખ્યાતિ અને સંપત્તિ કમાઈ. આટલું જ નહીં તેનો સમાવેશ હિન્દી સિનેમાની સૌથી મોંઘી અભિનેત્રીઓમાં પણ થયો હતો. તે દરેક ફિલ્મ માટે 3.4 કરોડથી 4.5 કરોડ રૂપિયા ચાર્જ કરતી હતી. 
શ્રીદેવી નેટ વર્થ અને પ્રોપર્ટી
તમને જણાવી દઈએ કે 2018માં શ્રીદેવીની કુલ સંપત્તિ 35 મિલિયન ડોલર એટલે કે 227 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. ખાસ વાત એ છે કે તેમના પતિ બોની કપૂરનો તેમની સંપત્તિમાં કોઈ હિસ્સો નહોતો. તે પોતે જ એકલી જ આ બધી સંપત્તિની માલિક હતી. મુંબઈમાં શ્રીદેવીના નામ પર ત્રણ બંગલા હતા. આ ત્રણ બંગલા શ્રીદેવીએ પોતાની કમાણીથી ખરીદ્યા હતા. ત્રણેય બંગલોની કુલ કિંમત અંદાજે 62 કરોડ રૂપિયા છે.
શ્રીદેવી કાર કલેક્શન
શ્રીદેવીને મોંઘા અને લક્ઝરી વાહનોનો પણ ખૂબ શોખ હતો. તેના પોતાના નામે 7 વાહનો હતા. જેમાં મર્સિડીઝથી લઈને ઓડી અને પોર્શેનો સમાવેશ થાય છે. આ વાહનોની કુલ કિંમત આશરે 9 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. 2011થી શ્રીદેવીની વાર્ષિક કમાણી 13 કરોડ રૂપિયા થઈ ગઈ હતી. તે લક્સ અને તનિષ્ક જેવી 2 મોટી વૈશ્વિક બ્રાન્ડની એમ્બેસેડર પણ હતી.
Tags :
Advertisement

.

×