રણબીર કપૂર-આલિયા ભટ્ટના લગ્ન પહેલાં બ્રહ્માસ્ત્રનું 'લવ પોસ્ટર' રિલીઝ
અયાન મુખર્જીએ રણબીર કપૂર-આલિયા ભટ્ટના લગ્ન પહેલાં બ્રહ્માસ્ત્રનું 'લવ પોસ્ટર' રિલીઝ કર્યુંઆલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની ચર્ચા બી-ટાઉનમાં થઈ રહી છે, તે દરમિયાન, અયાન મુખર્જીએ બ્રહ્માસ્ત્રમાંથી આલિયા અને રણબીરની એક રોમેન્ટિક પોસ્ટરની પોસ્ટ શેર કરી છે. બી-ટાઉનના સૌથી ચાહિતા કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની રહી છે. રાલિયાના ડ્રીમ વેડિંગ પહેલા અયàª
11:17 AM Apr 10, 2022 IST
|
Vipul Pandya
અયાન મુખર્જીએ રણબીર કપૂર-આલિયા ભટ્ટના લગ્ન પહેલાં બ્રહ્માસ્ત્રનું 'લવ પોસ્ટર' રિલીઝ કર્યુંઆલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની ચર્ચા બી-ટાઉનમાં થઈ રહી છે, તે દરમિયાન, અયાન મુખર્જીએ બ્રહ્માસ્ત્રમાંથી આલિયા અને રણબીરની એક રોમેન્ટિક પોસ્ટરની પોસ્ટ શેર કરી છે.
બી-ટાઉનના સૌથી ચાહિતા કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની રહી છે. રાલિયાના ડ્રીમ વેડિંગ પહેલા અયાન મુખર્જીએ કપલના ફેન્સને ખાસ ટ્રીટ આપી છે. અયાન મુખર્જીએ બ્રહ્માસ્ત્રમાંથી આલિયા અને રણબીરનું રોમેન્ટિક પોસ્ટર શેર કર્યું.અયાન મુખર્જીએ પોસ્ટરની સાથે એક લવીંગ કેપ્શન પણ શેર કર્યું છે. ,અયાન મુખર્જીએ કેપ્શનમાં લખ્યું છે કે, “બ્રહ્માસ્ત્રનું લવ પોસ્ટર શેર કરવાનો આ યોગ્ય સમય છે. આ દિવસોમાં હવામાં ખૂબ પ્રેમ વર્તાય છે. અયાનનું કેપ્શન સ્પષ્ટ રીતે રણબીર અને આલિયાના લગ્ન તરફ ઈશારો કરે છે.
આલિયા રણવીર સ્ટારર બ્રહ્માસ્ત્ર આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં રિલીઝ થશે. બ્રહ્માસ્ત્ર 9 સપ્ટેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં આવશે. આ ફિલ્મ 5 અલગ-અલગ ભાષાઓ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડમાં રિલીઝ થશે. કપલના લગ્નની ચર્ચા વચ્ચે, રણબીર અને આલિયાની ફિલ્મ બ્રહ્માસ્ત્રના આ હોટ પોસ્ટરે ચાહકોનો દિવસ બનાવી દીધો છે
Next Article