ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PM બન્યા બાદ ઋષિ સુનકનું પ્રથમ પ્રજાજોગ સંદેશ, નવી શરુઆત

 આજે ભારત માટે બેવડી ખુશી છે. એક તરફ દિવાળી,બીજી તરફ બ્રિટનમાં ભારતીય વંશજનું શાસન, સૌથી નાનીવયે 42 વર્ષના ભારત મૂળના ઋષિ સુનક આજે ઓફિશયલી (Rishi Sunal) બ્રિટનના (Britan) નવા વડાપ્રધાન (PM) બની ગયા છે. બકિંગમ પેલેસ પહોંચીને કિંગ ચાર્લ્સ સાથે ઔપચારિક મુલાકાત બાદ  કિંગે તેમણે અપોઈન્ટમેન્ટ લેટર સોંપ્યો અને નવી સરકાર બનાવવા કહ્યું હતું. કિંગ અને સુનકની મુલાકાત પેલેસના રૂમ નં. 1844માં થઈ હતી. પરંપરા પ્રમ
12:42 PM Oct 25, 2022 IST | Vipul Pandya
 આજે ભારત માટે બેવડી ખુશી છે. એક તરફ દિવાળી,બીજી તરફ બ્રિટનમાં ભારતીય વંશજનું શાસન, સૌથી નાનીવયે 42 વર્ષના ભારત મૂળના ઋષિ સુનક આજે ઓફિશયલી (Rishi Sunal) બ્રિટનના (Britan) નવા વડાપ્રધાન (PM) બની ગયા છે. બકિંગમ પેલેસ પહોંચીને કિંગ ચાર્લ્સ સાથે ઔપચારિક મુલાકાત બાદ  કિંગે તેમણે અપોઈન્ટમેન્ટ લેટર સોંપ્યો અને નવી સરકાર બનાવવા કહ્યું હતું. કિંગ અને સુનકની મુલાકાત પેલેસના રૂમ નં. 1844માં થઈ હતી. પરંપરા પ્રમ
 આજે ભારત માટે બેવડી ખુશી છે. એક તરફ દિવાળી,બીજી તરફ બ્રિટનમાં ભારતીય વંશજનું શાસન, સૌથી નાનીવયે 42 વર્ષના ભારત મૂળના ઋષિ સુનક આજે ઓફિશયલી (Rishi Sunal) બ્રિટનના (Britan) નવા વડાપ્રધાન (PM) બની ગયા છે. બકિંગમ પેલેસ પહોંચીને કિંગ ચાર્લ્સ સાથે ઔપચારિક મુલાકાત બાદ  કિંગે તેમણે અપોઈન્ટમેન્ટ લેટર સોંપ્યો અને નવી સરકાર બનાવવા કહ્યું હતું. કિંગ અને સુનકની મુલાકાત પેલેસના રૂમ નં. 1844માં થઈ હતી. પરંપરા પ્રમાણે સુનક પર્સનલ કારથી બકિંઘમ પેલેસ પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓ વડાપ્રધાનની ઓફિશિયલ કારમાં ઓફિશિયલ રેસિડેન્સ 10 ડાઉનિંગ સ્ટ્રીટ (10 Downing Street) પહોંચ્યા હતા. અહીં પહોંચીને બ્રિટનના વડાપ્રધાન તરીકે તેમણે દેશના નામે પહેલું સંબોધન કર્યું હતું.
ભુલો સુધારીશું
પોતાના સંબોધનમાં સુનકે કહ્યું કે, હું હમણાં કિંગને મળીને આવ્યો છું. તેમણે મને નવી સરકાર બનાવવા કહ્યું છે. તમે જાણો છો કે આ સમયે આપણી ઈકોનોમીકલ મુશ્કેલ સ્થિતિમાં છે. કોરોનાના કારણે પહેલા જ ઘણી મુશ્કેલી હતી. ત્યારબાદ પુતિને યુક્રેન પર હુમલો કરીને સ્થિતિ વધારે ખરાબ કરી દીધી છે. પૂર્વ વડાપ્રધાન લિઝ ટ્રસ સ્થિતિ સુધારવા માંગતા હતા, પરંતુ તેમણે મહેનત કરી પણ ભૂલો થઈ હતી જે ઈરાદાપૂર્વક નહોતી થઈ પણ હવે અમે તેને સુધારીશું.
દેશને એક કરીશ
તેમણે કહ્યું, હું આ દેશને ફરી એક કરીશ. હું માત્ર કહી નથી રહ્યો કરીને દેખાડીશ. દિવસ-રાત તમારા માટે કામ કરીશ. વર્ષ 2019માં કન્ઝર્વેટિવ પાર્ટીને સમર્થન મળ્યું હતું આ કોઈ એક વ્યક્તિ માટે નહોતું. હેલ્થ બોર્ડર પ્રોટેક્શન અને આર્મ્ડ  ફોર્સિસ માટે કામ કરવામાં આવશે.
મુશ્કેલ રસ્તો પાર કરીશું
તેમણે કહ્યું, આજે આપણી સામે અનેક ચેલેન્જ છે. મેં ચાન્સલર તરીકે જે કામ કર્યું તે  સમગ્ર દેશ માટે ચાલુ રાખીશ. દેશના લોકોની સુવિધાને સત્તાથી પર રાખવી જોઈએ તમારા ગુમાયેલો આત્મવિશ્વાસ પરત આપીશું. રસ્તો મુશ્કેલ જરૂર છે. પરંતુ સાથે મળી પસાર કરી દઈશું. હું ઈમાનદારી અને વિનમ્રતાથી તમારા લોકોની સેવા કરીશ.
જ્હોન્સનનો માન્યો આભાર
તેમણે પૂર્વ પીએમ બોરિસ જોનસનની કામગીરીને લઈને કહ્યું કે, વડા પ્રધાન તરીકેની "અતુલ્ય સિદ્ધિઓ" માટે જ્હોન્સનના તેઓ હંમેશા આભારી રહેશે. તે જ્હોન્સનની હૂંફ અને લાગણીની ઉદારતાની પ્રશંસા કરશે.
જ્હોન્સનની પ્રતિક્રિયા
સુનકે પોતાના સંબોધનમાં બોરિસ જોનસનની કામગીરીના વખાણ કર્યાં હતા જેના જવાબમાં  જ્હોન્સને ટ્વિટ કર્યું, "આ ઐતિહાસિક દિવસ પર ઋષિ સુનકને અભિનંદન, આ દરેક કન્ઝર્વેટિવ માટે અમારા નવા PMને સંપૂર્ણ અને પૂરા દિલથી સમર્થન આપવાનો સમય છે.

આ પણ વાંચો - સુનકનું PM બનવું બ્રિટિશ હિન્દુઓ માટે 'ઓબામા મુમેન્ટ', હિન્દુ મંદિરના નેતાનું નિવેદન
Tags :
10DowningStreetBritainPMConservativePartyGujaratFirstRishiSunakSunakuk
Next Article