ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સત્તા સંભાળ્યાના 45 દિવસમાં જ બ્રિટનના વડાંપ્રધાન લિઝ ટ્રસે આપ્યું રાજીનામું

બ્રિટનના વડાંપ્રધાન (Prime Minister of Britain)લિઝ ટ્રુસે (Liz Truss) વડાંપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે. તેણીએ જાહેરાત કરી કે હું કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પદેથી રાજીનામું આપી રહી છું . ટ્રસે જણાવ્યું હતું કે નવા વડા પ્રધાન અને કન્ઝર્વેટિવ નેતાની ચૂંટણી આવતા અઠવાડિયે યોજાશે. તે જ સમયે, બ્રિટનના વિપક્ષી લેબર નેતા કીર સ્ટારમેરે હવે સામાન્ય ચૂંટણીની માંગ કરી છે. અગાઉ, તેમની સરકારમાંથી એક વરિષ્ઠ àª
01:10 PM Oct 20, 2022 IST | Vipul Pandya
બ્રિટનના વડાંપ્રધાન (Prime Minister of Britain)લિઝ ટ્રુસે (Liz Truss) વડાંપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે. તેણીએ જાહેરાત કરી કે હું કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પદેથી રાજીનામું આપી રહી છું . ટ્રસે જણાવ્યું હતું કે નવા વડા પ્રધાન અને કન્ઝર્વેટિવ નેતાની ચૂંટણી આવતા અઠવાડિયે યોજાશે. તે જ સમયે, બ્રિટનના વિપક્ષી લેબર નેતા કીર સ્ટારમેરે હવે સામાન્ય ચૂંટણીની માંગ કરી છે. અગાઉ, તેમની સરકારમાંથી એક વરિષ્ઠ àª
બ્રિટનના વડાંપ્રધાન (Prime Minister of Britain)લિઝ ટ્રુસે (Liz Truss) વડાંપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે. તેણીએ જાહેરાત કરી કે હું કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પદેથી રાજીનામું આપી રહી છું . ટ્રસે જણાવ્યું હતું કે નવા વડા પ્રધાન અને કન્ઝર્વેટિવ નેતાની ચૂંટણી આવતા અઠવાડિયે યોજાશે. તે જ સમયે, બ્રિટનના વિપક્ષી લેબર નેતા કીર સ્ટારમેરે હવે સામાન્ય ચૂંટણીની માંગ કરી છે. અગાઉ, તેમની સરકારમાંથી એક વરિષ્ઠ પ્રધાનના રાજીનામાની શ્રેણી અને સંસદના નીચલા ગૃહમાં સભ્યોની ઉગ્ર ટીકા બાદ આ પદ પર ટ્રસના ચાલુ રાખવા અંગે શંકાઓ ઊભી થઈ હતી.
લિઝના જે નિર્ણય પર હોબાળો થયો હતો
તમને જણાવી દઈએ  કે લિઝ ટ્રુસે તાજેતરમાં પીએમ રહીને સંસદમાં મિની બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં તેમણે કરવધારો અને મોંઘવારી રોકવા માટે પગલાં લીધાં. પરંતુ ટૂંક સમયમાં જ સરકારે આ નિર્ણયો પાછા ખેંચી લીધા હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન પણ તેમણે ટેક્સ કાપવામાં આવશે તેવું મોટું વચન આપ્યું હતું. પરંતુ તેમણે પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો, જેના કારણે પાર્ટીની અંદર ઘણા લોકો નારાજ થયા અને ટ્રસ પર રાજીનામું આપવાનું દબાણ કરવામાં  આવ્યું  હતું 
PMની રેસમાં કેટલા દાવેદારો?

હવે જ્યારે લિઝ ટ્રુસે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે, યુકેના રાજકારણમાં આગળનું પગલું શું હશે તેના પર બધાની નજર છે. બ્રિટનના વિપક્ષી લેબર લીડર કીર સ્ટારમેરે સ્પષ્ટ કર્યું છે કે હવે ચૂંટણી થવી જોઈએ. પરંતુ લિઝની પાર્ટી હજુ ચૂંટણી નહીં યોજી શકે અને જવાબદારી અન્ય મજબૂત દાવેદારને સોંપવામાં આવી શકે છે. અત્યારે આ વડાપ્રધાનની રેસમાં ઋષિ સુનકને મોટા દાવેદાર માનવામાં આવી રહ્યા છે. તેઓ તાજેતરમાં ટ્રસમાંથી ચૂંટણી હારી ગયા હતા, પરંતુ સ્પર્ધા અઘરી હતી, તેથી તેમને આ મોટું પદ આપવામાં આવી શકે છે.

પરંતુ પાર્ટીનો એક વર્ગ ફરી એકવાર બોરિસ જોનસનને પણ પીએમ બનતા જોવા માંગે છે. કોઈપણ રીતે તેમને મજબૂત અને ઐતિહાસિક જનાદેશ મળ્યો હતો, તેથી જો તેમને ફરીથી પીએમ બનાવવામાં આવે તો જમીન પરની સ્થિતિ સુધરી શકે છે.

નાણામંત્રીને હટાવવા પડ્યા

ગયા મહિને સરકારે એક આર્થિક યોજના રજૂ કરી જે નિષ્ફળ થવાથી આર્થિક ઉથલપાથલ અને રાજકીય સંકટ સર્જાયું. આ પછી, નાણા પ્રધાન બદલવા સિવાય ટ્રસને તેમની ઘણી નીતિઓ બદલવી પડી. તેમજ તેમના કાર્યકાળ દરમિયાન સત્તારૂઢ કન્ઝર્વેટિવ પાર્ટીમાં અનુશાસનહીનતા જોવા મળી હતી.




કન્ઝર્વેટિવ પાર્ટીના કેટલાક નેતાઓએ કહ્યું

કન્ઝર્વેટિવ પાર્ટીના કેટલાક નેતાઓએ કહ્યું કે ટ્રસને વડાપ્રધાન પદેથી રાજીનામું આપવું જોઈએ. જો કે, તેણીએ કહ્યું હતું કે તે રાજીનામું આપશે નહીં. કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ સિમોન હોરેએ કહ્યું કે સરકાર અવ્યવસ્થિત થઈ ગઈ છે.

ગઈ કાલે પોતાને યોદ્ધા કહે છે


અગાઉ બુધવારે ટ્રુસે પોતાને "ભાગેલાને બદલે યોદ્ધા" ગણાવ્યા હતા. તેણીએ આ નિવેદન ત્યારે બહાર પાડ્યું જ્યારે તેણીને નબળા આર્થિક આયોજનને લઈને તેણીની પોતાની કન્ઝર્વેટિવ પાર્ટીના ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો હતો. નવનિયુક્ત નાણાપ્રધાન જેરેમી હંટે એક મહિના કરતાં પણ ઓછા સમય પહેલાં તેમની સરકારના ટેક્સ કટના પેકેજના નિર્ણયોને ઉથલાવી દીધા હતા.


ટ્રુસે પહેલીવાર સંસદના પ્રથમ સત્રમાં ભાગ લીધો

આ પછી ટ્રુસે પહેલીવાર સંસદના પ્રથમ સત્રમાં ભાગ લીધો. તેમણે સંસદમાં માફી માંગી અને બ્રિટિશ સરકારના વડા તરીકેના તેમના ટૂંકા કાર્યકાળ દરમિયાન કરેલી ભૂલો સ્વીકારી. જ્યારે ટ્રસ સંસદમાં બોલી રહ્યા હતા ત્યારે કેટલાક સાંસદોએ બૂમો પાડીને કહ્યું કે રાજીનામું આપો.





Tags :
GujaratFirstLizTrussPrimeMinisterUnitedKingdom
Next Article