ગીર સોમનાથના સૂત્રાપાડામાં સંબંધોનું ખૂન!
ગીર સોમનાથના સૂત્રાપાડામાંથી સંબંધોને શર્મસાર કરતી અને કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સગાભાઈએ જ પોતાના ભાઈના લોહીથી હાથ રંગ્યા છે.
11:51 PM Dec 11, 2025 IST
|
Mihirr Solanki
Sutrapada : ગીર સોમનાથના સૂત્રાપાડામાંથી સંબંધોને શર્મસાર કરતી અને કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સગાભાઈએ જ પોતાના ભાઈના લોહીથી હાથ રંગ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બે ભાઈઓ વચ્ચે લાંબા સમયથી રૂપિયાની લેતી-દેતી બાબતે વિવાદ ચાલતો હતો. આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં મોટાભાઈએ આવેશમાં આવીને ભાન ભૂલીને પોતાના નાના ભાઈની હત્યા કરી નાખી હતી. અંગત અદાવત અને રૂપિયાના વિવાદના કારણે થયેલા આ હત્યાના બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે અને પોલીસે આ અંગે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Next Article