આજથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ, રાષ્ટ્રપતિએ પૂર્વ PM મનમોહનસિંહને આપી શ્રદ્ધાંજલિ
સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. સૌ પ્રથમ આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું હતું. સંસદનું બજેટ સત્ર આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન સાથે શરૂ થયું હતું.
07:46 PM Jan 31, 2025 IST
|
Hardik Shah
- આજથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ
- રાષ્ટ્રપતિએ પૂર્વ PM મનમોહનસિંહને આપી શ્રદ્ધાંજલિ
- કુંભ દૂર્ઘટના અંગે પણ રાષ્ટ્રપતિએ દુઃખ કર્યું વ્યક્ત
- મહાકુંભ ભારતીય ચેતનાનું પર્વઃ રાષ્ટ્રપતિ
- દેશ તેજ ગતિથી વિકાસ કરી રહ્યો છેઃ રાષ્ટ્રપતિ
- 3 કરોડ વધુ પરિવારોને ઘર અપાશેઃ રાષ્ટ્રપતિ
- ભારત દુનિયાની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહી છેઃ રાષ્ટ્રપતિ
- "દેશના 25 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા"
- "કેન્દ્ર સરકારે હંમેશા મધ્યમ વર્ગનું ખૂબ જ ધ્યાન રાખ્યું છે"
- "સરકારી કર્મચારીઓ માટે 8મું પગાર પંચ લાગુ કરાયું"
- "મધ્યમ વર્ગનું 'ઘરના ઘર'નું સપનું પૂર્ણ કરવા સરકાર કટિબદ્ધ"
- "છેલ્લા બે વર્ષમાં સરકારે અસંખ્ય યુવાનોને રોજગારી આપી"
- "યુવાનોના કૌશલ્ય વિકાસ માટે 2 લાખ કરોડ રૂપિયા ફાળવાયા"
સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. સૌ પ્રથમ આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું હતું. સંસદનું બજેટ સત્ર આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન સાથે શરૂ થયું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરતી વખતે કેન્દ્ર સરકારના કાર્યોની યાદી આપી. સંસદના બંને ગૃહોને સંબોધિત કરતી વખતે રાષ્ટ્રપતિએ કહ્યું કે, ભારત ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે. તેમણે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી યોજનાઓ અને તેના દ્વારા લેવામાં આવેલા ફેરફારો વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે લોન અને વીમો દરેક માટે સરળ બનાવવામાં આવ્યા છે.
Next Article