કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના
નેતા અમિત શાહ પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. આજે સિલીગુડીના રેલ્વે સ્પોર્ટ્સ
ગ્રાઉન્ડમાં સભાને સંબોધિત કરતી વખતે તેમણે મુખ્યમંત્રી મમતા બેનર્જી પર જોરદાર
નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે અમે લોકશાહીમાં માનીએ છીએ. અમે વિચાર્યું
હતું કે જો મમતા બેનર્જી ત્રીજી વખત જીતશે તો કદાચ તેઓ સુધરશે. પરંતુ કંઈ બદલાયું
નથી. મમતી દીદી ત્રણ વખત જીત્યા પછી પણ તàª
કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના
નેતા અમિત શાહ પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. આજે સિલીગુડીના રેલ્વે સ્પોર્ટ્સ
ગ્રાઉન્ડમાં સભાને સંબોધિત કરતી વખતે તેમણે મુખ્યમંત્રી મમતા બેનર્જી પર જોરદાર
નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે અમે લોકશાહીમાં માનીએ છીએ. અમે વિચાર્યું
હતું કે જો મમતા બેનર્જી ત્રીજી વખત જીતશે તો કદાચ તેઓ સુધરશે. પરંતુ કંઈ બદલાયું
નથી. મમતી દીદી ત્રણ વખત જીત્યા પછી પણ તમે
સુધરતા નથી. ભાજપ તમારી સામે લડત ચાલુ રાખશે.અમિત શાહે કહ્યું કે અમે તેમને એક
વર્ષ માટે તક આપી હતી, પરંતુ બદલાયા નથી. હું તેમને
કહેવા માંગુ છું કે લોકો સારા સારાને ઠીક કરી દે છે. વિધાનસભામાં ભાજપના
ધારાસભ્યોની સંખ્યા ત્રણથી વધારીને 77 કરવામાં મદદ કરવા બદલ હું બંગાળની જનતાનો આભાર માનું છું. અમિત શાહે બીરભૂમની ઘટનાને
લઈને મમતા બેનર્જી ઉપર નિશાન સાધ્યું હતું. અમિત શાહે કહ્યું, દીદી દેશભરમાં કંઈ થાય તો તમે પ્રતિનિધિમંડળ મોકલો, પરંતુ બીરભૂમમાં તમે કોઈ પ્રતિનિધિમંડળ કેમ ન મોકલ્યું?
javascript:nicTemp();
અમિત શાહે CAAને પણ આજે મોટું નિવેદન આપ્યું છે. અમિત શાહે કહ્યું કે, ટીએમસીએ અફવા ફેલાવી કે સીએએ જમીન પર લાગુ થશે નહીં. પરંતુ હું આજે કહું છું કે કોરોનાની લહેર સમાપ્ત થયા બાદ
CAA લાગુ કરવામાં આવશે. TMC લોકોને કાન ખોલીને સાંભળવા દો કે CAA વાસ્તવિકતા છે, હતી અને રહેશે. બંગાળમાંથી
ઘૂસણખોરી ખતમ કરશે. અમિત શાહે કહ્યું, પીએમ મોદીએ છેલ્લા 2 વર્ષથી લોકોને મફતમાં અનાજ આપ્યું. પરંતુ મમતા દીદી તેમાં પોતાનો ફોટો લગાવી રહી છે. ગોરખપુરથી સિલીગુડી
સુધી રૂ.31 હજાર કરોડન ખર્ચે 545 કિલોમીટરના રોડનું કામ શરૂ થઈ ગયું છે. શાહે
કહ્યું કે એક પક્ષ એવો છે જે ગોરખા ભાઈઓ પર ધ્યાન આપે છે. તે છે ભાજપ. અમે કહ્યું
છે કે અમે તમામ બંધારણીય મર્યાદામાં રહીને ગોરખા બંધુઓની સમસ્યાઓનો ઉકેલ શોધીશું.