ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ટિલ્લુ તાજપુરિયાની તિહાર જેલમાં હત્યાના CCTV આવ્યા સામે, જુઓ video

દિલ્હીની તિહાર જેલમાં ગેંગસ્ટર ટિલ્લુ તાજપુરિયાની હત્યાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. તાજપુરિયા પર તિક્ષ્ણ હથિયાર વડે 40થી 50 વાર હુમલો કરી હત્યા કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજ વિચલિત કરી શકે છે, તેથી તેને અસ્પષ્ટ કરવામાં આવ્યું છે. કુખ્યાત ગોગી...
11:11 PM May 04, 2023 IST | Hiren Dave
દિલ્હીની તિહાર જેલમાં ગેંગસ્ટર ટિલ્લુ તાજપુરિયાની હત્યાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. તાજપુરિયા પર તિક્ષ્ણ હથિયાર વડે 40થી 50 વાર હુમલો કરી હત્યા કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજ વિચલિત કરી શકે છે, તેથી તેને અસ્પષ્ટ કરવામાં આવ્યું છે. કુખ્યાત ગોગી...

દિલ્હીની તિહાર જેલમાં ગેંગસ્ટર ટિલ્લુ તાજપુરિયાની હત્યાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. તાજપુરિયા પર તિક્ષ્ણ હથિયાર વડે 40થી 50 વાર હુમલો કરી હત્યા કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજ વિચલિત કરી શકે છે, તેથી તેને અસ્પષ્ટ કરવામાં આવ્યું છે.

કુખ્યાત ગોગી ગેંગના કથિત ચાર સભ્યોએ મંગળવારે સવારે તિલ્લુ તાજપુરિયા પર 40થી 50 વાર ધારદાર હથિયાર વડે હુમલો કરીને તેની હત્યા કરી હતી. ઉલ્લેખનીય છે કે, તાજપુરિયા 2021માં રોહિણી કોર્ટમાં ગોળીબારની ઘટનાનો આરોપી હતો, જેમાં ગેંગસ્ટર જીતેન્દ્ર ગોગીનું મોત થયું હતું.

https://www.gujaratfirst.com/wp-content/uploads/2023/05/Hiren-Dave.mp4

અધિકારીઓએ આ હત્યા અંગે માહિતી આપી હતી
હુમલા બાદ ઘાયલ તાજપુરિયાને દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જેલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ગ્રાઉન્ડ ફ્લોર પરના વોર્ડમાં બંધ 33 વર્ષીય તિલ્લુ તાજપુરિયા પર સવારે 6.15 વાગ્યે હરીફ જૂથ ગોગી ગેંગના ચાર કેદીઓએ હુમલો કર્યો હતો. હુમલાખોરો-દીપક ઉર્ફે તેતર, યોગેશ ઉર્ફે ટુંડા, રાજેશ અને રિયાઝ ખાન એ જ વોર્ડના પહેલા માળે બંધ હતા.

 

જેલના અધિકારીઓને શંકા હતી કે હુમલાખોરોએ હાઈ-સિક્યોરિટી વોર્ડના પહેલા માળે બે લોખંડના સળિયા કાપી નાખ્યા હતા અને શંકાને ટાળવા માટે તેમને ત્યાં પાછા મૂકી દીધા હતા. તેણે કહ્યું કે હુમલા પહેલા તેણે આ બાર હટાવ્યા અને તે ચાદરની મદદથી નીચે આવ્યો. અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલા સમયે કેદીઓની ગણતરી માટે સેલ ખોલવામાં આવ્યા હતા.

 

Tags :
Cctv FootageCrimeGujaratTihar JailTillu Tajpuria
Next Article