Ahmedabad ના Thaltej માં અંજની માતા મંદિરમાં ઉજવણી, કેળા, સંતરા, નારિયેળ સહિત ફળોથી વિશેષ ડેકોરેશન
Ahmedabad : આજે દેશભરમાં હનુમાન જયંતિની ઉજવણી થઈ રહી છે. અમદાવાદ સહિત રાજ્યભરના અલગ અલગ શહેરો અને ગામમાં હનુમાનજીના મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના અને અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારના અંજની માતા મંદિર, જ્યાં પવનપુત્ર...
08:00 PM Apr 12, 2025 IST
|
Hiren Dave
Ahmedabad : આજે દેશભરમાં હનુમાન જયંતિની ઉજવણી થઈ રહી છે. અમદાવાદ સહિત રાજ્યભરના અલગ અલગ શહેરો અને ગામમાં હનુમાનજીના મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના અને અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારના અંજની માતા મંદિર, જ્યાં પવનપુત્ર હનુમાનની સાથે તેમના માતા અંજની પણ બિરાજમાન છે.ત્યાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે. દિવસ દરમિયાન અહીં મંગળા આરતી હવન પૂજાપાઠ મહાપ્રસાદી અને પ્રસિદ્ધ લોક ગાયિકા ગીતાબેન રબારી દ્વારા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.ભગવાન હનુમાનજીને ફળ પ્રિય હતા જેથી કેળા સંતરા નારિયેળ સહિત જેવા વિવિધ ફળોની મદદથી ખાસ ડેકોરેશન કરવામાં આવ્યું છે.
Next Article