Banaskantha માં સસ્તા અનાજની દુકાનના સંચાલકો હડતાળ પર, દુકાનો બંધ કરી નોંધાવ્યો વિરોધ
બનાસકાંઠામાં સસ્તા અનાજની દુકાનના સંચાલકો તેઓની પડતર માંગણીઓને લઈ હડતાળ પર ઉતર્યા છે.
Advertisement
બનાસકાંઠામાં પંડિત દિન દયાળ ગ્રાહક મંડળના સંચાલકો પોતાની પડતર માંગણીઓને લઈને રાજ્ય સરકાર સામે લડત માંડી ને બેઠા છે પોતાની માંગણીયો ન સંતોષાતા બનાસકાંઠાના 166 જેટલા સસ્તા અનાજની દુકાનના સંચાલકો હડતાલ પર ઉતરી ગયા છે જેની સીધી અસર જિલ્લાના 23 લાખથી વધુ ગ્રાહકો ઉપર પડી રહી છે.કારણકે સસ્તા અનાજની દુકાનોના સંચાલકો હડતાલ પર ઉતર્યા છે અને દુકાનો બંધ કરી દીધી છે.અને લોકોને અત્યારે અનાજ આપતા નથી જેથી ખાસ કરીને રોજ કમાણી કરીને પોતાનું પેટ રડતા અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને હાલ ખૂબ મોટી મુશ્કેલી પડી રહી ત્યારે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનો શરૂ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
Advertisement