તમે જે મીઠું વાપરો છો તે અસલી છે કે નકલી, આ રીતે કરો પરખો
સામાન્ય રીતે મીઠું( salt) ભોજનનો સ્વાદ વધારે છે. મીઠા વિનાના ભોજનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. મસાલામાં મીઠું એક એવું ઘટક છે, જેના ઉપયોગ વગર ભોજનમાં ક્યારેય સ્વાદ ન આવી શકે. ભલે આપણે બીજા મસાલા વિના સ્વાદિષ્ટ ભોજન બનાવી શકીએ, પરંતુ મીઠા વિના તે શક્ય નથી. મીઠું ન માત્ર ભોજનનો સ્વાદ વધારે છે પરંતુ તે ઘણી રીતે સ્વાસ્થ્યપ્રદપણ છે. પરંતુ જો મીઠુ અશુદ્ધ હોય તો તેનાથી અનેક પ્રકારના નુકસાન પણ àª
02:47 PM Sep 30, 2022 IST
|
Vipul Pandya
સામાન્ય રીતે મીઠું( salt) ભોજનનો સ્વાદ વધારે છે. મીઠા વિનાના ભોજનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. મસાલામાં મીઠું એક એવું ઘટક છે, જેના ઉપયોગ વગર ભોજનમાં ક્યારેય સ્વાદ ન આવી શકે. ભલે આપણે બીજા મસાલા વિના સ્વાદિષ્ટ ભોજન બનાવી શકીએ, પરંતુ મીઠા વિના તે શક્ય નથી. મીઠું ન માત્ર ભોજનનો સ્વાદ વધારે છે પરંતુ તે ઘણી રીતે સ્વાસ્થ્યપ્રદપણ છે. પરંતુ જો મીઠુ અશુદ્ધ હોય તો તેનાથી અનેક પ્રકારના નુકસાન પણ થઈ શકે છે. ઘણીવાર તે સ્વાસ્થ્ય માટે હાનિકારક બની જાય છે. ચાલો જાણીએ કે તમે જે મીઠું ખાઈ રહ્યા છો તે શુદ્ધ છે કે નહીં તેની તપાસ કેવી રીતે કરવી.
મીઠાના ફાયદા
1. મીઠું શરીરમાં આયોડીનની ઉણપને પૂર્ણ કરે છે અને હાઈપોથાઈરોડીઝમ જેવી બીમારીઓથી બચાવે છે.
2. જો હાથ-પગમાં સોજો આવે ,તો તમે ગરમ પાણી અને મીઠું મિક્સ કરીને કોમ્પ્રેસ કરી શકો છો. તેનાથી ઘણી રાહત મળે છે.
3. સગર્ભા સ્ત્રીઓ માટે મીઠાનું સેવન ખૂબ જ જરૂરી છે. મીઠું માતા અને બાળક બંનેને આયોડીનની ઉણપથી બચાવે છે.
મીઠું શુદ્ધ છે કે કેમ તે કેવી રીતે તપાસવું
જો તમે વિચારતા હોવ કે મીઠું પણ શુદ્ધ કે અશુદ્ધ હોઇ શકે છે. આજકાલ બજારમાં નકલી મીઠું ખૂબ વેચાય છે જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેથી ભેળસેળ અને આરોગ્યને ટાળવા માટે, તમે મીઠાની શુદ્ધતા ચકાસી શકો છો.
આવી રીતે મીઠાની શુદ્ધતા તપાસો
1. સૌ પ્રથમ એક બટાકુ લો અને તેના બે ટુકડા કરો.
2. હવે બટાકાની એક બાજુ પર મીઠું નાખીને ઓછામાં ઓછા 3 થી 4 મિનિટ માટે રહેવા દો.
3. આ પછી મીઠુ લગાવેલા બટાકાના ટુકડા પર લીંબુના રસના બે ટીપાં નાખો
4. જો લીંબુનો રસ નાખ્યાની થોડીવાર પછી મીઠાનો રંગ વાદળી થઈ જાય, તો તેનો અર્થ એ કે મીઠું અશુદ્ધ એટલે કે ભેળસેળવાળું છે.
5. જો મીઠાનો રંગ ન બદલાય તો તે શુદ્ધ છે અને તે જ મીઠું વાપરો.
Next Article