છત્તીસગઢ : સુકમામાં વોટિંગ વચ્ચે નક્સલીઓએ કર્યું ફાયરિંગ
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની 20 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. બીજી તરફ સુકમામાં સવારે નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો હતો. આ પછી હવે કોંટા પોલીસ સ્ટેશન વિસ્તાર પાસેના જંગલ વિસ્તારમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે ગોળીબારની ઘટના સામે આવી છે....
Advertisement
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની 20 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. બીજી તરફ સુકમામાં સવારે નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો હતો. આ પછી હવે કોંટા પોલીસ સ્ટેશન વિસ્તાર પાસેના જંગલ વિસ્તારમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે ગોળીબારની ઘટના સામે આવી છે. મતદારોને રોકવાના પ્રયાસમાં નક્સલવાદીઓએ દુર્મા અને સિંગારામના જંગલોમાંથી ગોળીબાર કર્યો હતો. આ સમય દરમિયાન, આ વિસ્તારમાં મોટી સંખ્યામાં CRPF અને DRG ટીમો સ્થળ પર તૈનાત હતા.
Advertisement


