Gandhinagar : પાટનગરના ઉબડખાબડ તંત્રની અડફેટે માસુમનો ભોગ!
ગાંધીનગર કોર્પોરેશનની બેદરકારીનો ભોગ બાળક બન્યું છે. નિર્માણાધીન કૃત્રિમ તળાવમાં ડૂબી જતા બાળકનું મોત નિપજ્યું હતું. સેક્ટર-1 માં કૃત્રિમ તળાવ બનાવવામાં આવી રહ્યું હતું.
Advertisement
ગાંધીનગર કોર્પોરેશનની બેદરકારીનો ભોગ બાળક બન્યું છે. નિર્માણાધીન કૃત્રિમ તળાવમાં ડૂબી જતા બાળકનું મોત નિપજ્યું હતું. સેક્ટર-1 માં કૃત્રિમ તળાવ બનાવવામાં આવી રહ્યું હતું. તળાવની ફરતે કોઈ પ્રકારની આડાશ ઉભી કરવામાં આવી ન હતી. સવારે બાળકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. ગઈકાલે સાંજે રમવા માટે ગયેલો 7 વર્ષનો બાળક ગુમ થયો હતો. પરિવારે આખી રાત શોધખોળ કરવા છતાં બાળક મળ્યો ન હતો. સવારે તળાવમાં બાળકનું માથું દેખાતા મૃતદેહ બહાર કઢાયો હતો. તળાવની આસપાસ કોઈ સિક્યુરીટી ગાર્ડ પણ ન હતો.
Advertisement


