ચીને બતાવી દરિયાદિલી! તુર્કીને કરી ભૂકંપ રાહત માટે 6 મિલિયન ડોલર સહાયની ઓફર
તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપે અહીંની સ્થિતિ ભયાનક કરી દીધી છે. હજારો લોકોએ આ ભૂકંપમાં પોતાના સ્વજનને ગુમાવ્યા છે. સોમવારે આવેલા ભૂકંપ બાદ આજે મંગળવારે પણ તુર્કીની ધરતી ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી હતી. આ આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 માપવામાં આવી હતી. મળી રહેલી માહિતી અનુસાર, તુર્કી અને સીરિયાના કાટમાળમાંથી અત્યાર સુધીમાં 4,300 થી વધુ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. તુર્કી
07:48 AM Feb 07, 2023 IST
|
Vipul Pandya
તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપે અહીંની સ્થિતિ ભયાનક કરી દીધી છે. હજારો લોકોએ આ ભૂકંપમાં પોતાના સ્વજનને ગુમાવ્યા છે. સોમવારે આવેલા ભૂકંપ બાદ આજે મંગળવારે પણ તુર્કીની ધરતી ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી હતી. આ આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 માપવામાં આવી હતી. મળી રહેલી માહિતી અનુસાર, તુર્કી અને સીરિયાના કાટમાળમાંથી અત્યાર સુધીમાં 4,300 થી વધુ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.
તુર્કીની મદદે આવ્યું ચીન
તુર્કીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા દુનિયાના અલગ-અલગ દેશ તેની મદદ માટે આગળ આવી રહ્યા છે. આ કડીમાં હવે ચીનનો પણ સમાવેશ થયો છે. તાજેતરમાં સામે આવી રહેલા સમાચાર અનુસાર, ચીને તુર્કીને ભૂકંપ રાહત માટે 6 મિલિયન ડોલરની ઈમરજન્સી સહાય ઓફર કરી છે. મહત્વનું છે કે, તુર્કીમાં ભયાનક ભૂકંપના આવ્યા બાદ સોમવારે સવારથી જ રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. ભારતે તુર્કીને માનવતાવાદી અને તબીબી સહાય મોકલી છે. બીજી તરફ અહીં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. 6 ફેબ્રુઆરી 2023ની સવારે તુર્કી અને સીરિયામાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નોંધપાત્ર રીતે, તુર્કીમાં એક જ દિવસે 7.8, 7.5, 6.0ની તીવ્રતાના કુલ 3 ભૂકંપ આવ્યા અને તુર્કી અને સીરિયામાં આ ભૂકંપના કારણે મૃત્યુઆંક વધીને 4,372 થયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, મૃત્યુઆંક 20,000 ને વટાવી શકે છે.
WHO ના અંદાજ અનુસાર 20 હજારથી વધુ લોકોના મોત
યુએસ જીઓલોજિકલ સર્વેની વેબસાઈટ અનુસાર, મંગળવારે સવારે લગભગ પોણા નવ વાગ્યાના અરસામાં ભૂકંપનો આંચકો નોંધવામાં આવ્યો હતો. ભૂસ્તરશાસ્ત્રીઓનું કહેવું છે કે સોમવારે આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ તુર્કી અને સીરિયાના સરહદી વિસ્તારમાં અત્યાર સુધીમાં લગભગ 100 જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ વિનાશક ભૂકંપ પર WHOના વરિષ્ઠ અધિકારીઓનો અંદાજ છે કે તુર્કી અને સીરિયામાં 20 હજારથી વધુ લોકોના મોત થયા છે. તુર્કીમાં કડકડતી ઠંડી અને હિમવર્ષાના કારણે રાહત અને બચાવ કામગીરીમાં અડચણ આવી રહી છે. તુર્કી અને સીરિયામાં હજારો ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ છે.
મેસિના અને ગ્રેટ કેન્ટો ધરતીકંપ
1908ના મેસિના ભૂકંપને ગ્રેટ સિસિલિ ભૂકંપ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ભૂકંપની તીવ્રતા લગભગ 7.1 હતી. ભૂકંપના કારણે લગભગ 80,000 લોકોના મોત થયા હતા. ભૂકંપ સવારે 5:20 વાગ્યે આવ્યો હતો અને તે 20 સેકન્ડ લાંબો હતો. ભૂકંપને કારણે આજના સમય મુજબ €2 બિલિયનનું નુકસાન થયું હતું. 1 સપ્ટેમ્બર 1923 ના રોજ જાપાનના કેન્ટો શહેરમાં 7.9 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપમાં જાપાનમાં 1,42,807 લોકો માર્યા ગયા અને 40,000 થી વધુ લોકો ગુમ થયા હતા. તે જાપાનના ઈતિહાસના સૌથી ભયંકર ભૂકંપોમાંનો એક છે. આ ભૂકંપ દિવસના લગભગ 12 વાગ્યે આવ્યો હતો, તે 40 સેકન્ડ લાંબો હતો અને કેન્ટો શહેર અને તેની આસપાસના શહેરોની અડધાથી વધુ ઇમારતોને નુકસાન થયું હતું. આ ગ્રેટ કેન્ટો ધરતીકંપને ટોક્યો ભૂકંપ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ભારતે પણ મોકલાવી મદદ
વર્ષ 1939માં તુર્કીમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં 32 હજારથી વધુ લોકો માર્યા ગયા હતા. આ ભયાનક કુદરતી આફત પર તુર્કીમાં સોમવારથી 7 દિવસ માટે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. સીરિયાએ આંતરરાષ્ટ્રીય સમુદાયને મદદની અપીલ કરી છે. આ દરમિયાન ભારતે તુર્કીની મદદ માટે NDRFની ટીમ મોકલી છે. ગાઝિયાબાદના હિંડન એરપોર્ટથી ટીમ રવાના થઈ હતી. આ ટીમમાં સ્વાન ઉપરાંત NDRFના ડેપ્યુટી કમાન્ડન્ટ દીપક તલવાર સહિત 47 અધિકારીઓ અને સ્ટાફનો સમાવેશ થાય છે. ભારતે પેરામેડિકલ સ્ટાફ અને મેડિકલ સાધનો પણ મોકલ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Next Article