રાષ્ટ્રપતિ જીનપિંગના નજરકેદ થવાની ચર્ચા વચ્ચે આ સ્થિતિમાં જોવા મળ્યા શી
ચીનમાં (China) સત્તા પરિનવર્તનને લઈને ઉડી રહેલી અફવાઓ વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ બૈજિંગના એક પ્રદર્શનમાં જોવા મળ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો મંગળવારનો છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ઉઝબેકિસ્તાનમાં SCOની બેઠકમાંથી પરત ફર્યા બાદ પ્રથમ વખત જાહેરમાં દેખાયા છે.અફવાઓ પર પૂર્ણ વિરામવિડીયોમાં ચીનના રાષ્ટ્રપતિ શી (XI Jinping) જીનપિ
03:33 PM Sep 27, 2022 IST
|
Vipul Pandya
ચીનમાં (China) સત્તા પરિનવર્તનને લઈને ઉડી રહેલી અફવાઓ વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ બૈજિંગના એક પ્રદર્શનમાં જોવા મળ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો મંગળવારનો છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ઉઝબેકિસ્તાનમાં SCOની બેઠકમાંથી પરત ફર્યા બાદ પ્રથમ વખત જાહેરમાં દેખાયા છે.
અફવાઓ પર પૂર્ણ વિરામ
વિડીયોમાં ચીનના રાષ્ટ્રપતિ શી (XI Jinping) જીનપિંગ અને અનેક અધિકારીઓ જોવા મળી રહ્યાં છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, વિડીયોને બૈજિંગના એક એક્ઝિબિશનમાં શૂટ કર્યું છે. વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સ્પષ્ટ છે કે વીડિયોમાં ચીનના રાષ્ટ્રપતિ જોવા મળતા અનેક અફવા પર પૂર્ણ વિરામ લાગી જશે.
ક્વોરન્ટિન હતા શી?
ચીનમાં વિદેશથી આવનારા લોકો માટે સખ્ત કોવિડ (Covid-19) નિયમ છે ત્યારે જે કોઈ પણ દેશ બહારથી ચીનમાં આવે તો તેને આ ગાઈડલાઈનનું પાલન કરી કેટલાક દિવસો સુધી ક્વોરંન્ટિન રહેવું પડે છે ત્યારે જીનપિંગ સમરકંદથી પરત આવ્યા હતા તેથી તેઓ ક્વોરન્ટિન હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. જોકે ચીનના રાષ્ટ્રપતિ ક્વોરન્ટિન હતા કે નહી તે વિશે હજુ સુધી કોઈ સત્તાવાર જાણકારી સામે આવી નથી અને આ મામલે શરૂઆતથી જ ચીની સરકારી મીડિયાએ મૌન પાળ્યું હતું.
સોશિયલ મીડિયામાં ચર્ચા તેજ થઈ હતી
સમરકંદમાં SCO મીટિંગમાંથી પરત ફરેલા શી જીનપિંગ કોઈપણ જાહેર મંચ પર જોવા મળ્યા નહોતા. જે બાદ સોશિયલ મીડિયા પર અફવાઓનો દૌર શરૂ થયો હતો કે, ચીનમાં સેનાએ સત્તા પરિવર્તન કરી દીધું છે. અનેક લોકો પણ તે દાવો કરી રહ્યાં હતા કે શી જીનપિંગને પાર્ટીના પ્રમુખ પદેથી હટાવી દેવામાં આવ્યા છે અને તેવી પણ અફવા હતી કે, 16 ઓક્ટોબરથી શી પોતાનો ત્રીજો કાર્યકાળ શરૂ કરી શકશે નહી અને તેની જગ્યાએ અન્ય કોઈને રાષ્ટ્રપતિની ખુરશી પર બેસાડવામાં આવશે.
Next Article