ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પાકિસ્તાનના રૂ.19 હજાર કરોડના દેવાના બદલામાં ચીન કરાવશે આટલો મોટો સોદો

ચીને ડેબ્ટ ટ્રેપ પોલીસીમાં ફસાવી શ્રીલંકાને બરબાદ કરી દીધું. પાકિસ્તાનને બરબાદ કરી રહ્યું છે. અને અનેક દેશોને સસ્તી લોન આપી, દેવાના ડુંગર નીચે દબાવી તેમની લાખ્ખો હેક્ટર જમીન પર કબ્જો કરી રહ્યું છે. શ્રીલંકા, પાકિસ્તાન, મોન્ટેનેગ્રો, યુગાન્ડા, ચીને જે જે દેશોને પોતાના સકંજામાં લીધા છે. તેમની યાદી સતત વધતી જાય છે. ચીન પાસે પુષ્કળ વિદેશી મુદ્રા છે. જેનો ઉપયોગ તે વિકસતા દેશોને લોન આપàª
11:47 AM Jul 14, 2022 IST | Vipul Pandya
ચીને ડેબ્ટ ટ્રેપ પોલીસીમાં ફસાવી શ્રીલંકાને બરબાદ કરી દીધું. પાકિસ્તાનને બરબાદ કરી રહ્યું છે. અને અનેક દેશોને સસ્તી લોન આપી, દેવાના ડુંગર નીચે દબાવી તેમની લાખ્ખો હેક્ટર જમીન પર કબ્જો કરી રહ્યું છે. શ્રીલંકા, પાકિસ્તાન, મોન્ટેનેગ્રો, યુગાન્ડા, ચીને જે જે દેશોને પોતાના સકંજામાં લીધા છે. તેમની યાદી સતત વધતી જાય છે. ચીન પાસે પુષ્કળ વિદેશી મુદ્રા છે. જેનો ઉપયોગ તે વિકસતા દેશોને લોન આપàª
ચીને ડેબ્ટ ટ્રેપ પોલીસીમાં ફસાવી શ્રીલંકાને બરબાદ કરી દીધું. પાકિસ્તાનને બરબાદ કરી રહ્યું છે. અને અનેક દેશોને સસ્તી લોન આપી, દેવાના ડુંગર નીચે દબાવી તેમની લાખ્ખો હેક્ટર જમીન પર કબ્જો કરી રહ્યું છે. શ્રીલંકા, પાકિસ્તાન, મોન્ટેનેગ્રો, યુગાન્ડા, ચીને જે જે દેશોને પોતાના સકંજામાં લીધા છે. તેમની યાદી સતત વધતી જાય છે. ચીન પાસે પુષ્કળ વિદેશી મુદ્રા છે. જેનો ઉપયોગ તે વિકસતા દેશોને લોન આપવા માટે કરે છે. ચીન સારી રીતે જાણે છે કે આ વિકસતા દેશો લોન પરત ચૂકવવા માટે સક્ષમ નથી. જેથી ચીન કરારની શરતો અનુસાર આ દેશોની જમીન પર કે તેમના મહત્વના પોર્ટ, બંદર કે ઍરપોર્ટ પર કબ્જો મેળવી લે છે. 
પાકિસ્તાનની સ્થિતિ એ છે કે તે હાલ કોઇપણ સંજોગોમાં ચીન પાસેથી લીધેલું દેવૂ ચૂકતે કરી શકે તેમ નથી. આ સંજોગોમાં પાકિસ્તાન રૂપિયા 19 હજાર કરોડના દેવાના બદલામાં ચીનને તેના ગિલગિટ અને બાલ્ટિસ્તાન બે પ્રાંત સોંપવા તૈયાર થયું છે. સંભાવના તો એ પણ છે કે પાકિસ્તાન ચીનના દેવામાંથી મુક્તિ મેળવવા માટે પીઓકે એટલે કે પાક ઓક્યુપાઇડ કાશ્મીર પણ ચીનને સોંપી શકે છે. 
  • પાકિસ્તાન ગિલગિટ અને બાલ્ટિસ્તાન સોંપી શકે છે ચીનને 
  • 19 હજાર કરોડના દેવાના બદલામાં થઇ શકે છે સોદો 
  • કથળતી આર્થિક સ્થિતિ સુધારવા આ પગલું ભરવાની તૈયારી 
  • POK પણ ચીનને સોંપી દેવા પાક થઇ શકે છે તૈયાર 
દેવાળિયાપણાના આરે આવીને ઉભેલું પાકિસ્તાન 19 હજાર કરોડ રૂપિયાના દેવાના બદલામાં ગિલગિટ અને બાલ્ટિસ્તાન વિસ્તાર ચીનને સોંપવા જઈ રહ્યું છે. પાકિસ્તાન પોતાની કથળતી આર્થિક સ્થિતિ સુધારવા માટે આ પગલું ભરવાની તૈયારીમાં છે. પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર સતત ઘટી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ તરફથી પાકિસ્તાનને 90 હજાર કરોડ રૂપિયાની મદદ મળવાની કોઈ આશા નથી. આવી સ્થિતિમાં, એવી સંભાવના છે કે પાકિસ્તાન તેના કબજા હેઠળના કાશ્મીરને પણ ચીનને સોંપી શકે છે.
  • ગિલગિટ, બાલ્ટિસ્તાન, POKને લઇ ગતિવિધિ
  • 52 કાયદાઓ પોતાને હસ્તક લઇ લીધા 
  • કોઇપણ દેશને જમીન ભાડાપટ્ટે આપવાનો અધિકાર 
પાકિસ્તાને ગિલગિટ, બાલ્ટિસ્તાન અને પીઓકેના 52 કાયદાઓને પોતાના હાથમાં લઈ લીધા છે. આ અંતર્ગત પાકિસ્તાન સરકારને ત્યાંની જમીન કોઈ પણ દેશને ભાડાપટ્ટે આપવાનો અધિકાર મળ્યો છે. 2018માં પાકિસ્તાન સરકારે ગિલગિટ, બાલ્ટિસ્તાન અને પીઓકેને વધુ સત્તા આપવાની જાહેરાત કરી હતી. ગિલગિટ અને બાલ્ટિસ્તાનના મુખ્યમંત્રી ખાલિદ ખુર્શીદ ખાને પણ પાકિસ્તાન સરકાર પર 30 અબજ રૂપિયાની મદદ ઘટાડીને માત્ર 12 અબજ રૂપિયા કરવાનો આરોપ લગાવ્યો છે.
  • ચીન દ્વારા ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં મોટાપાયે ખોદકામ 
  • નિયોબીમનું મોટાપાયે કરાઇ રહ્યું છે ખોદકામ 
  • હુંજામાં 120 લાખ મેટ્રિક ટન માણેક-મોતી કોલસાનો ભંડાર 
દેવાના બદલામાં ચીન પાકિસ્તાનના ગિલગિટ-બાલ્ટિસ્તાનના હુન્ઝા વિસ્તારમાંથી નિયોબીમનું મોટાપાયે ખોદકામ કરી રહ્યું છે. હુંજામાં 120 લાખ મેટ્રિક ટન જેટલો  માણેક-મોતી અને કોલસાનો ભંડાર છે. હુન્ઝામાં ચીનને મોટી માત્રામાં લીઝ પર જમીન મળી છે. તાજેતરમાં જ અહીંના સ્થાનિકોએ પણ ચીનને લીઝ પર જમીન આપવા સામે ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
  • UAEને શેયર આપી લોન લેશે પાકિસ્તાન 
  • 8 હજાર કરોડ રૂપિયાની લેશે લોન 
  • બદલામાં આપશે 20 કંપનીઓના 12 ટકાથી વધુ શેર 
પાકિસ્તાન યુએઈ પાસેથી 8 હજાર કરોડ રૂપિયા લેવા જઈ રહ્યું છે. આ માટે તે 20 સરકારી કંપનીઓના 12 ટકાથી વધુ શેર યુએઈને આપશે. પાકિસ્તાને સાઉદી અરબ પાસેથી પણ 40 હજાર કરોડ રૂપિયા ઉધાર લેવા માટે 2018થી અરજી કરેલી છે. ફેબ્રુઆરીમાં જ સાઉદી અરબે પાકિસ્તાનને 10,000 કરોડની લોન આપી હતી. ગિલગિટ-બાલ્ટિસ્તાનને લીઝ પર લેવાની ચીનની યોજનાથી ભારતને પણ અસર થશે. ચીન-પાકિસ્તાન ગઠબંધન ભારતની વિરુદ્ધમાં છે. પાકિસ્તાનને ચીનની દરેક મદદ ભારતને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે. આ ઉપરાંત ચીનનો એજન્ડા પણ ગિલગિટથી ઇસ્લામિક સંપ્રદાયને રોકવાનો છે. ચીન અહીં પોતાનું વર્ચસ્વ ઇચ્છે છે.
Tags :
ChinaGujaratFirstPakistanPOK
Next Article