દુબઈના આકાશમાં ઉડી ઈ-એર ટેક્સી, ચાઈનાની કંપનીએ કર્યું ટેસ્ટિંગ, જુઓ વિડીયો
ચીનની ટેક્નોલોજી અને ઈલેક્ટ્રિક વાહન નિર્માતા કંપની Xpengએ દુબઈમાં તેની ફ્લાઈંગ ટેક્સીનું પરીક્ષણ કર્યું છે. પરીક્ષણ દરમિયાન, કંપનીએ તેની X2 ફ્લાઈંગ કારની પ્રથમ સફળ ઉડાન ભરી. ટ્રાવેલ અને પબ્લિક ટ્રાન્સપોર્ટના વિકાસમાં આ એક મોટી ઉપલબ્ધી માનવામાં આવી રહી છે.વિશેષતાટુ સીટર આ વાહનની સ્પીડ 130 કિમી પ્રતિ કલાકની હશે. વાહન વર્ટિકલ ટેક-ઓફ અને લેન્ડિંગ (VTOL) ક્ષમતાઓથી સજ્જ છે. X2 ફ્લાઈંગ કાર ઓટો
05:52 PM Oct 12, 2022 IST
|
Vipul Pandya
ચીનની ટેક્નોલોજી અને ઈલેક્ટ્રિક વાહન નિર્માતા કંપની Xpengએ દુબઈમાં તેની ફ્લાઈંગ ટેક્સીનું પરીક્ષણ કર્યું છે. પરીક્ષણ દરમિયાન, કંપનીએ તેની X2 ફ્લાઈંગ કારની પ્રથમ સફળ ઉડાન ભરી. ટ્રાવેલ અને પબ્લિક ટ્રાન્સપોર્ટના વિકાસમાં આ એક મોટી ઉપલબ્ધી માનવામાં આવી રહી છે.
વિશેષતા
ટુ સીટર આ વાહનની સ્પીડ 130 કિમી પ્રતિ કલાકની હશે. વાહન વર્ટિકલ ટેક-ઓફ અને લેન્ડિંગ (VTOL) ક્ષમતાઓથી સજ્જ છે. X2 ફ્લાઈંગ કાર ઓટોનોમસ ફ્લાઈટ ક્ષમતા સાથે ઈન્ટેલિજન્ટ ફ્લાઈટ કંટ્રોલ સિસ્ટમથી પણ સજ્જ છે. આ ઉડતી કાર સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક છે અને ઝીરો કાર્બન ઉત્સર્જન કરે છે. આ કાર ટેક-ઓફ વખતે 500 કિગ્રા સુધીનો ભાર વહન કરી શકે છે જેમાં બોર્ડમાં આઠ પ્રોપેલર હોય છે. જો કે, આ કારનું માત્ર પરીક્ષણ કરવામાં આવ્યું છે અને આ ફ્લાઇંગ ટેક્સીઓને સેવામાં મૂકવામાં હજુ સમય લાગશે.
ક્યારે થશે લોન્ચ
Xpeng દ્વારા કરવામાં આવેલું પરિક્ષમ એક માનવરહિત ઉડાન હતું જોકે કંપનીએ દાવો કર્યો છે કે, તેમે પહેલા મનુષ્ય સાથે ઉડાનનું પણ પરિક્ષણ કરેલું છે. આ ઉડાનવાળી કારમાં લોકોની સુરક્ષાને લઈને હજુ પણ સવાલ ઉઠી રહ્યાં છે. આ સાથે જે આ કારની શરૂઆત પહેલા બેટરી સેફ્ટી, એર ટ્રાફિક, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કોસ્ટને લઈને પણ ચિંતાઓ છે. તેમ છતાં દુબઈમાં આગામી થોડાં વર્ષોમાં આ ઉડતી કારને લોન્ચ કરવાનો વિચાર છે.
Next Article