ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સરળતાથી લોન લેવા CIBIL સ્કોર છે મુખ્ય બાબત, આ બાબતો અપનાવી સુધારી શકો છે CIBIL સ્કોર

લોકડાઉન જેવી ભયંકર પરિસ્થિતિથી બહાર આવ્યા બાદ અર્થવ્યવસ્થા હવે ઝડપથી પાટા પર ચઢી રહી છે. આ સાથે નવા બિઝનેસ અને અન્ય સાહસો શરૂ કરવા માટે લોનની માંગ પણ વધી છે. જો કે,ઘણી વખત બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ નબળા CIBIL સ્કોરને કારણે લોન આપવાનો ઇનકાર કરે છે. લોન પ્રક્રિયામાં CIBIL સ્કોર મહત્વની ભૂમિકા ભજવે છે. CIBIL સ્કોર સારો હોય તો લોન મેળવવી સરળ બને છે. કેટલીકવાર બેંકો સરેરાશ સ્કોર પર પણ લોન આપે
12:07 PM Dec 19, 2022 IST | Vipul Pandya
લોકડાઉન જેવી ભયંકર પરિસ્થિતિથી બહાર આવ્યા બાદ અર્થવ્યવસ્થા હવે ઝડપથી પાટા પર ચઢી રહી છે. આ સાથે નવા બિઝનેસ અને અન્ય સાહસો શરૂ કરવા માટે લોનની માંગ પણ વધી છે. જો કે,ઘણી વખત બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ નબળા CIBIL સ્કોરને કારણે લોન આપવાનો ઇનકાર કરે છે. લોન પ્રક્રિયામાં CIBIL સ્કોર મહત્વની ભૂમિકા ભજવે છે. CIBIL સ્કોર સારો હોય તો લોન મેળવવી સરળ બને છે. કેટલીકવાર બેંકો સરેરાશ સ્કોર પર પણ લોન આપે
લોકડાઉન જેવી ભયંકર પરિસ્થિતિથી બહાર આવ્યા બાદ અર્થવ્યવસ્થા હવે ઝડપથી પાટા પર ચઢી રહી છે. આ સાથે નવા બિઝનેસ અને અન્ય સાહસો શરૂ કરવા માટે લોનની માંગ પણ વધી છે. જો કે,ઘણી વખત બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ નબળા CIBIL સ્કોરને કારણે લોન આપવાનો ઇનકાર કરે છે. લોન પ્રક્રિયામાં CIBIL સ્કોર મહત્વની ભૂમિકા ભજવે છે. CIBIL સ્કોર સારો હોય તો લોન મેળવવી સરળ બને છે. કેટલીકવાર બેંકો સરેરાશ સ્કોર પર પણ લોન આપે છે, પરંતુ વધુ વ્યાજ વધારે લે છે. રોકાણ સલાહકારોના મતે, તમારા CIBIL સ્કોરને સુધારવા માટે પાંચ ભૂલો ટાળો.
1.અસુરક્ષિત અથવા એકસાથે વધારે લોન ન લો  
વધુ સારો CIBIL સ્કોર મેળવવા માટે અસુરક્ષિત લોન લેવાનું ટાળો. પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડ પર ઉધાર લેવાને અસુરક્ષિત દેવું ગણવામાં આવે છે.  હોમ લોન, એજ્યુકેશન અને ઓટો લોનને સુરક્ષિત લોન ગણવામાં આવે છે. ઉપરાંત, એક સાથે અનેક લોન લેવાનું ટાળો.
2.બાકી ચૂકવણીમાં નિયમિત બનો
 જો તમે લાંબા સમય સુધી તમારા ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવતા નથી અને લોનના માસિક હપ્તા ભરવામાં અનિયમિત છો, તો તે CIBIL સ્કોરની દ્રષ્ટિએ સારી આદત નથી.
3.જોઈન્ટ ખાતાઓ અંગે સાવચેત રહો
જોઈન્ટ ખાતું ખોલવાનું કે લોન ગેરેન્ટર બનવાનું હંમેશા ટાળવું જોઈએ, જો ઉધાર લેનાર ચુકવણીમાં ડિફોલ્ટર ઠરશે, તો ગેરેંટર તરીકે, તે તમારા CIBIL સ્કોરને સીધી અસર કરશે.
4.CIBIL રિપોર્ટ પર નજર રાખો
 ક્રેડિટ સ્કોરમાં સુધારો ત્યારે જ શક્ય છે જ્યારે તેની વર્તમાન સ્થિતિ જાણી શકાય. તેથી CIBIL રિપોર્ટ પર નિયમિત નજર રાખો.
5.લઘુત્તમ ચૂકવણી કરવાની આદતમાં ન પડો
સંપૂર્ણ ક્રેડિટ કાર્ડ બિલ ન ભરવાના કિસ્સામાં, લોકો ન્યૂનતમ ચુકવણી કરે છે. નાણાકીય કટોકટી દરમિયાન ટૂંકા ગાળા માટે આ કરવું ઠીક છે, પરંતુ લાંબા ગાળે માત્ર ન્યૂનતમ બિલ ચૂકવવું એ સારી આદત નથી. આ તમારા CIBIL સ્કોર પર ખૂબ જ ખરાબ અસર કરે છે. આ સિવાય, વર્તમાન લોનની EMI સમયસર ચૂકવવાનું સુનિશ્ચિત કરો.
આ પણ વાંચોઃ રસ્તા પર ભીખ માગતો કિશોર રાતોરાત કરોડપતિ બન્યો, જાણો રસપ્રદ કિસ્સો
Tags :
GujaratFirst
Next Article