ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

છેલ્લા ત્રણ વર્ષમાં 80 હજારથી વધુ બોટલ રક્ત પૂરું પાડતી સિવિલ બ્લડ બેન્ક

રાજકોટ (Rajkot)સિવિલ હોસ્પિટલ (Civil Hospital)સ્થિત બ્લડ બેન્ક (Blood Bank)માત્ર થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓને જ નહીં પરંતુ ઇમર્જન્સી, ગાયનેક, પીડિયાટ્રિક, સુપર સ્પેશિયાલિટી, સ્કિન, યુરોલોજી સહિતના ૧૨ જુદા જુદા વિભાગના દર્દીઓને લોહી પૂરું પાડે છે. આ ઉપરાંત બી.એસ.યુ.(બ્લડ સ્ટોરેજ યુનિટ) સેન્ટર જેવા કે, કુવાડવા, જેતપુર, ગોંડલ, ઉપલેટા વગેરે ખાતે પણ રાજકોટ સિવિલ બ્લડ બેંક દ્વારા રક્ત ઉપલબ્ધ કરાવવામાં આવતું àª
10:07 AM Dec 22, 2022 IST | Vipul Pandya
રાજકોટ (Rajkot)સિવિલ હોસ્પિટલ (Civil Hospital)સ્થિત બ્લડ બેન્ક (Blood Bank)માત્ર થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓને જ નહીં પરંતુ ઇમર્જન્સી, ગાયનેક, પીડિયાટ્રિક, સુપર સ્પેશિયાલિટી, સ્કિન, યુરોલોજી સહિતના ૧૨ જુદા જુદા વિભાગના દર્દીઓને લોહી પૂરું પાડે છે. આ ઉપરાંત બી.એસ.યુ.(બ્લડ સ્ટોરેજ યુનિટ) સેન્ટર જેવા કે, કુવાડવા, જેતપુર, ગોંડલ, ઉપલેટા વગેરે ખાતે પણ રાજકોટ સિવિલ બ્લડ બેંક દ્વારા રક્ત ઉપલબ્ધ કરાવવામાં આવતું àª
રાજકોટ (Rajkot)સિવિલ હોસ્પિટલ (Civil Hospital)સ્થિત બ્લડ બેન્ક (Blood Bank)માત્ર થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓને જ નહીં પરંતુ ઇમર્જન્સી, ગાયનેક, પીડિયાટ્રિક, સુપર સ્પેશિયાલિટી, સ્કિન, યુરોલોજી સહિતના ૧૨ જુદા જુદા વિભાગના દર્દીઓને લોહી પૂરું પાડે છે. આ ઉપરાંત બી.એસ.યુ.(બ્લડ સ્ટોરેજ યુનિટ) સેન્ટર જેવા કે, કુવાડવા, જેતપુર, ગોંડલ, ઉપલેટા વગેરે ખાતે પણ રાજકોટ સિવિલ બ્લડ બેંક દ્વારા રક્ત ઉપલબ્ધ કરાવવામાં આવતું હોવાનું ઇન્ચાર્જ  ડો.દલસાણીયા(Dr. Dalsani)એ ગુજરાત ફર્સ્ટને (Gujarat First)માહિતી આપી હતી..
બલ્ડ બેન્ક ક્યાં વર્ષ કેવી કામગીરી.  
બ્લડ બેન્ક દ્વારા વર્ષ ૨૦૨૦ માં ૨૭,૩૬૪ વર્ષ ૨૦૨૧ માં ૨૪,૪૧૧ તેમજ ચાલુ વર્ષ ૨૦૨૨ માં ૨૮,૫૮૨ બોટલ મળી છેલ્લા ત્રણ વર્ષ માં ૮૦,૩૫૮ બોટલ રક્ત પૂરું પાડવામાં આવ્યું છે. જયારે વર્ષ ૨૦૧૮થી હાલ સુધીમાં થેલેસેમિયા દર્દીઓને નિઃશુલ્ક ૩૬,૩૪૨ બોટલ રક્ત પૂરું પાડી દર્દીઓને સતત નવજીવન પૂરું પાડવામાં આવી રહ્યું  છે. 
બ્લડ બેન્ક માં લેબોરેટરી સાથે લેબોરેટરી એટલીજ કામગીરી.
રાજકોટ સિવિલ બ્લડ બેન્ક ખાતે ખાસ લેબોરેટરી કાર્યરત છે. જયાં દર્દીઓના વિવિધ  ટેસ્ટ કરવામાં આવે છે. બ્લડ બેન્ક ખાતે રક્તદાન કરવા આવતા દાતાઓ માટે ખાસ વ્યવસ્થા રાખવામાં આવેલી છે. અહીં ૧૨૦૦થી વધુ બોટલ રક્ત સંગ્રહની ક્ષમતા છે. તેમજ લોહીના ઘટકો છુટા પાડવા માટે અદ્યતન મશીનો ઉપલબ્ધ છે.
ડો. દલસાણિયા લોકોને રક્તદાન કરવા ખાસ અપીલ  કરતા જણાવે છે કે, સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર ભરના દર્દીઓ આવતા હોઈ મોટા પાયે લોહીની જરૂરત રહે છે. જે પુરી કરવા કેમ્પ રાખવામાં આવે છે, તેમ છતાં હંમેશા લોહીની ખાસ્સી જરૂરિયાત રહેતી હોઈ લોકો વધુ ને વધુ રક્તદાન કરે, તે જરૂરી છે. 
આપણ  વાંચો-રાજકોટ શહેરમાં એક યુવતી અને જેતપુરમાં એક યુવકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ, આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
BlessthepoorBloodBankCivilHospitalDr.DalsaniGujaratFirstnewsPatientsRAJKOT
Next Article