સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એન્કાઉન્ટરમાં 4 આતંકી ઠાર
જમ્મુ-કાશ્મીરમાં શનિવારે સવારે ત્રણ અલગ-અલગ એન્કાઉન્ટરમાં ચાર આંતકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. ત્રણ અલગ-અલગ ઓપરેશનમાં માર્યા ગયેલા ચાર આતંકવાદીઓમાંથી બે લશ્કરના અને બે જૈશના છે. જેમાંથી બે પુલવામા, એક હંદવાડા અને એક ગાંદરબલમાં માર્યા ગયા હતા. કાશ્મીર પોલીસે હજુ પણ ચાલુ એન્કાઉન્ટરની માહિતી આપી છે. જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં શુક્રવારે મોડી રાત્રે આતંકવાદીઓ અને સુરકà«
Advertisement
જમ્મુ-કાશ્મીરમાં શનિવારે સવારે ત્રણ અલગ-અલગ એન્કાઉન્ટરમાં ચાર આંતકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. ત્રણ અલગ-અલગ ઓપરેશનમાં માર્યા ગયેલા ચાર આતંકવાદીઓમાંથી બે લશ્કરના અને બે જૈશના છે. જેમાંથી બે પુલવામા, એક હંદવાડા અને એક ગાંદરબલમાં માર્યા ગયા હતા. કાશ્મીર પોલીસે હજુ પણ ચાલુ એન્કાઉન્ટરની માહિતી આપી છે.
જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં શુક્રવારે મોડી રાત્રે આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી. એક પોલીસ અધિકારીએ કહ્યું, "પુલવામાના ચેવાકલાન વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું છે." કાશ્મીરના આઈજીપી વિજય કુમારે કહ્યું કે, પુલવામા એન્કાઉન્ટરમાં પાકિસ્તાનના જૈશ-એ-મોહમ્મદના 2 આતંકીઓ માર્યા ગયા છે. બે આતંકવાદીઓ હજુ પણ ફસાયેલા છે અને એન્કાઉન્ટર હજુ ચાલુ છે. શુક્રવારે મોડી સાંજે પુલવામાના ચેવાકલાન વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. હંદવાડામાં, શનિવારે વહેલી સવારે રજવાડા વિસ્તારના નેચામામાં એન્કાઉન્ટર શરૂ થયું હતું. આ એન્કાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસને આ વાતની જાણ કરવામાં આવી હતી, જ્યારે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો એક આતંકવાદી ગાંદરબલ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. ગાંદરબલના સેરાચ વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.
Advertisement
દરમિયાન, શુક્રવારે કુલગામ જિલ્લાના ઓડોરા વિસ્તારમાં સરપંચની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સરપંચની ઓળખ શબ્બીર અહેમદ મીર તરીકે થઈ હતી. તેને કુલગામની જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો.
Advertisement


