આરોગ્ય વિભાગના ક્લાસ-1 અધિકારી લાંચ લેતા રંગે હાથ ઝડપાયા
Ahmedabad : ગુજરાતના આરોગ્ય વિભાગના ક્લાસ-1 અધિકારી અને અધિક સચિવ દિનેશ પરમારને એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ 15 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા છે.
11:59 AM Apr 09, 2025 IST
|
Hardik Shah
Ahmedabad : ગુજરાતના આરોગ્ય વિભાગના ક્લાસ-1 અધિકારી અને અધિક સચિવ દિનેશ પરમારને એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ 15 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા છે. બીજી તરફ સરકારી ડેન્ટલ કોલેજ, અસારવાના નિવૃત્ત ડીન ગિરીશ પરમારની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ગિરીશ પરમારે ફરિયાદી પાસેથી બોગસ મેડિકલ પ્રેક્ટિસના મામલે ખંડણી તરીકે 30 લાખ રૂપિયાની માગણી કરી હતી, જેમાંથી 15 લાખ રૂપિયા એડવાન્સ તરીકે લેવામાં આવ્યા હતા. આ ઘટના માટે દિનેશ પરમારે ગાંધીનગરમાં મિટિંગનું આયોજન કર્યું હતું, જ્યાં ACBએ સફળ ટ્રેપ ગોઠવીને બંને આરોપીઓને પકડી લીધા, જેનાથી રાજ્યના આરોગ્ય વિભાગમાં ભ્રષ્ટાચારનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે.
Next Article