Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સિદસર ઉમિયાધામમાં દશાબ્દી મહોત્સવની ઉજવણી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર રહ્યા ઉપસ્થિત

જામનગર જિલ્લામાં જામજોધપુર નજીક આવેલા સિદસર ખાતે કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજીના સાનિધ્યમાં વર્ષ 2012માં યોજાયેલા રજત જયંતી મહોત્સવની ઉજવણીને દસ વર્ષ પૂર્ણ થતા આજે રંગારંગ રજત જયંતી દશાબ્દી મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હિમોગ્લોબિનની ગોળીઓથી તુલા કરવામાં આવી હતી. ઉ
સિદસર  ઉમિયાધામમાં દશાબ્દી મહોત્સવની ઉજવણી  મુખ્યમંત્રી ભુપેન્દ્ર રહ્યા ઉપસ્થિત
Advertisement
જામનગર જિલ્લામાં જામજોધપુર નજીક આવેલા સિદસર ખાતે કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજીના સાનિધ્યમાં વર્ષ 2012માં યોજાયેલા રજત જયંતી મહોત્સવની ઉજવણીને દસ વર્ષ પૂર્ણ થતા આજે રંગારંગ રજત જયંતી દશાબ્દી મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હિમોગ્લોબિનની ગોળીઓથી તુલા કરવામાં આવી હતી. 
ઉમા કળશ યોજનાનો પ્રારંભ 
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉમા કળશ યોજનાનો પ્રારંભ કરાવ્યો જેમાં તમામ પાટીદાર દરરોજ એક રૂપિયો નાખશે. મુખુયમંત્રી ભૂપેન્દ્ર પટેલે કળશમાં 2000 રૂપિયા નાખી પ્રારંભ કર્યો. આ કળશ યોજના થકી પ્રત્યેક પાટીદાર પરિવાર દરરોજનો 1 રૂપિયા લેખે વર્ષના 365 રૂપિયા નિધિ જમા કરાવશે. રાજકોટ શહેરના 25 હજાર પાટીદાર પરિવારો આ યોજનામાં પ્રથમ તબકકે જોડાશે ત્યારબાદ સૌરાષ્ટ્રભરના બે લાખ પરિવાર સુધી આ યોજનાને લઈ જવાની નેમ છે. આ કળશ યોજના થકી એકત્ર થયેલી નિઘિ અલગ-અલગ ક્ષેત્રે વપરાશે.

મુખ્યમંત્રીની હિમોગ્લોબિનની ગોળીઓથી તુલા 
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હિમોગ્લોબિનની ગોળીઓથી તુલા કરી હતી. મહિલાઓમાં આ ગોળીઓનું વિતરણ કરવામાં આવશે.  આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 75 મેડિકલ કેમ્પ યોજીને સવા લાખથી વધુ હીમોગ્લોબીનની ગોળીઓનું વિતરણ કરવામાં આવશે. સૌરાષ્ટ્રમાં લોકોમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવાનો મુખ્ય ઉદ્દેશથી મુખ્યમંત્રીની તુલા કરવામાં આવી.

ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જીન બન્યું : મુખ્યમંત્રી
 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, 'ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે. નરેન્દ્રભાઈ મોદીની સૌને સાથે લઈ આગળ વધવાની નેમને રાજ્ય સરકાર આગળ ધપાવી રહી છે. ઉમિયાધામ સંસ્થા દ્વારા શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ સહિતના ક્ષેત્રે સેવાનો યજ્ઞ શરૂ કરાયો છે ત્યારે રાજ્ય સરકારે પણ આ સંસ્થાને વિકાસની રાહમાં મદદરૂપ થવા યાત્રાધામ વિકાસ માટે પહેલા 3 કરોડ અને ત્યાર બાદ હવે 18.25 કરોડની રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે'.
 પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું સૂચન કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે 'અનેક રોગોના મૂળમાં રાસાયણિક ખેતીથી ઉત્પન્ન થતા ખેત પેદાશ જવાબદાર છે ત્યારે આરોગ્યપ્રદ સમાજ ઉભો કરવા પ્રાકૃતિક ખેતી તરફ વળવું ખૂબ જ આવશ્યક છે. રાજ્ય સરકાર પણ પ્રાકૃતિક કૃષિને પૂરતું પ્રોત્સાહન આપી રહી છે અને તે ઉત્પાદનને ખરીદનાર યોગ્ય બજાર પણ ગુજરાતમાં ઉપલબ્ધ બની રહ્યું છે'. 
Tags :
Advertisement

.

×