Mahesana : CM Bhupendra Patelએ હોન્ડા પ્લાન્ટ ખાતે પ્રોડક્શન યુનિટનું ઉદ્ઘાટન કર્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોન્ડા પ્લાન્ટ ખાતે પહોંચ્યા હતા. હોન્ડા મોટર કંપનીના વિઠ્ઠલાપુર પ્લાન્ટ ખાતે મુખ્યમંત્રી પહોંચ્યા હતા. વિઠ્ઠલાપુર ખાતે હોન્ડા કંપની ટુ વ્હીટલ પ્લાન્ટ સ્થાયેલો છે. હોન્ડા પ્લાન્ટ ખાતે પ્રોડક્શન યુનિટ-2 ને ખુલ્લુ મુક્યું હતુ. હોન્ડા કંપની આવનારા સમયમાં આ પ્લાન્ટમાં પ્રોડક્શન વધારવા માટે પ્રયાસ કરી રહ્યું છે. હાલ હોન્ડા ટુ વ્હીટલર કંપની અનેક પ્રકારના ટુ વ્હીલર બનાવી રહ્યું છે.
ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, હોન્ડા મોટર સાયકલ માટે આજે ગૌરવ છે. ગુજરાતમાં અઢી દાયકા પહેલા ટુ વ્હીલર માટે કોઈ દ્રષ્ટિકોણ ન હતો. આજે ગુજરાતમાં ટુવ્હીલર કંપની પ્રથમવાર અહીં સ્થપાયેલી છે. ગુજરાતના તે સમયમના મુખ્યમંત્રી દીર્ધ દ્રષ્ટિના કારણે ગુજરાતમાં હોન્ડા અને મારૂતિ સ્થપાયા છે. આજે બહુચરાજી આજુબાજુનો વિસ્તાર ઓટો હબ બન્યું છે. આજે હોન્ડા પ્લાન્ટ વિઠ્ઠલાપુર વિશ્વના ટુ વ્હીલરનો મોટો પ્લાન્ટ થવા જઈ રહ્યો છે. કંપની દ્વારા ગુજરાત પોલીસને 50 વાહનો આપવામાં આવ્યા છે.