Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

‘આવવું હોય તો બેસી જાવ, અમે ક્યાં ના પાડીએ છીએ’, જાણો મુખ્યમંત્રીએ ક્યાં કોંગ્રેસી નેતાને આવું કહ્યું?

જામનગરમાં ભાજપના ધારાસભ્ય હકુભા જાડેજા દ્વારા ભાગવદ્ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. સપ્તાહના પહેલા દિવસથી જ તેમાં રાજકીય નેતાઓ હાજરી આપતા જોવા મળી રહ્યા છે. વળી માત્ર ભાજપ જ નહીં પરંતુ તમામ પક્ષના નેતાઓ હકુભાની સપ્તાહમાં પહોંચી રહ્યા છે. આ સપ્તાહમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ સાથે બેસેલા પણ જોવા મળ્યા હતા. ત્યારે આજે સપ્તાહના સાતમા દિવસે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ
 lsquo આવવું હોય તો બેસી જાવ  અમે ક્યાં ના પાડીએ છીએ rsquo   જાણો મુખ્યમંત્રીએ ક્યાં કોંગ્રેસી નેતાને આવું કહ્યું
Advertisement
જામનગરમાં ભાજપના ધારાસભ્ય હકુભા જાડેજા દ્વારા ભાગવદ્ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. સપ્તાહના પહેલા દિવસથી જ તેમાં રાજકીય નેતાઓ હાજરી આપતા જોવા મળી રહ્યા છે. વળી માત્ર ભાજપ જ નહીં પરંતુ તમામ પક્ષના નેતાઓ હકુભાની સપ્તાહમાં પહોંચી રહ્યા છે. આ સપ્તાહમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ સાથે બેસેલા પણ જોવા મળ્યા હતા. ત્યારે આજે સપ્તાહના સાતમા દિવસે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જામનગર પહોંચ્યા હતા અને સપ્તાહમાં હાજરી આપી હતી. 
આ સમયે ભાજપના વિવિધ નેચાઓ તો ત્યાં હાજર હતા જ, પરંતુ સાથે કોંગ્રેસના નેતાઓ પણ હાજર હતા. જેમાંથી એક કોંગ્રેસી નેતાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટકોર હતી. જે ટકોરને કેટલાક લોકોએ રમૂજના સ્વરુપમાં લીધી છે તો વલી કોઇક તેને ઇશારો ગણાવી રહ્યું છે. મુખ્યમંત્રીએ જે કોંગ્રેસી નેતાને ટકોર કરી હતી, તેમનું નામ છે શૈલેષ પરમાર. મુખ્યમંત્રી જ્યારે કાર્યક્રમમાંથી હાજરી આપીને પરત ફરી રહ્યા હતા ત્યારે તેમણે ગાડીમાં બેસ્યા બાદ શૈલેષ પરમારને ગાડીમાં બેસવાનું કહ્યું હતું.

મુખ્યમંત્રીએ શું કહ્યું?
જ્યારે કારમાં બેસીને બધાની વિદાય લઇ રહ્યા હતા ત્યારે મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘શૈલેષભાાઇ આવવાનું છે, તમારે આવવું હોય તો બેસી જાવ હાલો. અમે ક્યાં કોઇને ના પાડીએ છીએ. જેને આવવું હોય તે બેસી જાવ.’ મુખ્યમંત્રીની આ વાત સાંભળીને શઐલેષ પરમાર હસી પડ્યા હતા. જો કે તેઓ કારમાં બેઠા નહોતા. આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. લોકો એવું પણ કહી રહ્યા છે કે મુખ્યમંત્રીએ શૈલેષ પરમારને મજાકમાં ભાજપમાં જોડાવવા માટેની ઓફર કરી છે.
Tags :
Advertisement

.

×