Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

કચ્છમાં ઠંડીનો ચમકારો! બજારોમાં ગરમ વસ્ત્રોની ખરીદીમાં ભારે તેજી

Kutch : કચ્છ જિલ્લામાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની સાથે જ ઠંડીનું જોર વધ્યું છે, જેની સીધી અસર સ્થાનિક બજારોમાં જોવા મળી રહી છે. ઠંડીથી બચવા માટે લોકો હવે સ્વેટર, જેકેટ અને શાલ જેવા ગરમ કપડાંની ખરીદી કરવા ઉમટી પડ્યા છે, જેના કારણે વેપારીઓના વેચાણમાં નોંધપાત્ર તેજી જોવા મળી રહી છે.
Advertisement
  • કચ્છમાં ઠંડીમાં વધારો થતા ગરમ કપડાંના વેચાણમાં તેજી
  • બજારોમાં સ્વેટર, શાલ સહિત ગરમ કપડાની માગ વધી
  • ગ્રામ્ય વિસ્તારોમાં ગરમ કપડાની માગમાં સતત વધારો
  • બાળકો અને વૃદ્ધોએ ઠંડીમાં ખાસ કાળજી લેવાની સલાહ

Kutch : કચ્છ જિલ્લામાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની સાથે જ ઠંડીનું જોર વધ્યું છે, જેની સીધી અસર સ્થાનિક બજારોમાં જોવા મળી રહી છે. ઠંડીથી બચવા માટે લોકો હવે સ્વેટર, જેકેટ અને શાલ જેવા ગરમ કપડાંની ખરીદી કરવા ઉમટી પડ્યા છે, જેના કારણે વેપારીઓના વેચાણમાં નોંધપાત્ર તેજી જોવા મળી રહી છે.

ગ્રામ્ય વિસ્તારોમાં ગરમ કપડાની માગમાં સતત વધારો

ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઠંડીની તીવ્રતા વધતા ગરમ વસ્ત્રોની માંગમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આ બદલાતા હવામાન વચ્ચે આરોગ્ય નિષ્ણાતો દ્વારા નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા બાળકો અને વૃદ્ધોને ઠંડીથી રક્ષણ મેળવવા અને સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવા માટે સલાહ આપવામાં આવી રહી છે. શિયાળાની જામતી જતી આ મોસમમાં લોકો ઉન અને ગરમ કાપડની વિવિધ વસ્તુઓની પસંદગી કરીને ઠંડી સામે સુરક્ષિત થવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો :  Gujarat Cold: હવામાન વિભાગે કરી હાડ થીજવતી ઠંડીની આગાહી

Advertisement

Tags :
Advertisement

.

×