Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દીવમાં જાહેર સ્થળોએ દારૂ પીતા પકડાશો તો થશે સજા, કલેક્ટરે આપ્યો આ આદેશ

ગુજરાતમાં દીવએ રમણિય પ્રવાસન સ્થળ છે સાથે સાથે જ દીવ દારૂ પીવાના શોખીનો અને દારૂની ટેવવાળા લોકોનું મનપસંદ સ્થળ રહ્યું છે ત્યારે જો તમે ખાસ દારૂ પિવા માટે દીવ જતા હોય તો કલેક્ટરનો નવો આદેશ તમારે જાણી લેવો જરૂરી છે. દીવમાં હવે કોઈ પણ વ્યક્તિ જાહેર સ્થળે એટલે કે, દરિયા કિનારે, જાહેર રસ્તામાં દારૂ પી શકશે નહી.દીવ દમણ અને દાદરા નગર હવેલી તેમજ લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલના નેતૃત્àª
દીવમાં જાહેર સ્થળોએ દારૂ પીતા પકડાશો તો થશે સજા  કલેક્ટરે આપ્યો આ આદેશ
Advertisement
ગુજરાતમાં દીવએ રમણિય પ્રવાસન સ્થળ છે સાથે સાથે જ દીવ દારૂ પીવાના શોખીનો અને દારૂની ટેવવાળા લોકોનું મનપસંદ સ્થળ રહ્યું છે ત્યારે જો તમે ખાસ દારૂ પિવા માટે દીવ જતા હોય તો કલેક્ટરનો નવો આદેશ તમારે જાણી લેવો જરૂરી છે. દીવમાં હવે કોઈ પણ વ્યક્તિ જાહેર સ્થળે એટલે કે, દરિયા કિનારે, જાહેર રસ્તામાં દારૂ પી શકશે નહી.
દીવ દમણ અને દાદરા નગર હવેલી તેમજ લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલના નેતૃત્વમાં દીવ જિલ્લાને સ્વચ્છ તેમજ સ્માર્ટ સિટી બનાવવા માટેના પ્રયાસો સતત હાથ ધરવામાં આવી રહ્યા છે અને આ પ્રયાસો સફળ પણ થઈ રહ્યા છે. દીવ જિલ્લોએ ખૂબ જ સુંદર, સ્વચ્છ અને શાંતિપ્રિય એક રમણીય પ્રવાસન સ્થળ છે માટે અહીંની શાંતિ અને સ્વચ્છતા સંપૂર્ણપણે જળવાઈ રહે તે માટે દીવ પ્રશાસન અથાગ પ્રયત્નો કરી રહી છે.
આ કારણે લેવાયો નિર્ણય
દીવમાં છેલ્લા થોડા દિવસથી જાહેર જગ્યાઓ પર દારૂ પીવો તેમજ બીચ વિસ્તારોમાં કચરો નાખવામાં અને કાચની બોટલો  તોડવાની ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થયો છે. આવી ફરિયાદો વારંવાર દીવ પ્રશાસનને મળતા દિવના સ્થાનિકો તેમજ પર્યટકોની સલામતી અને શાંતિને અસર કરી શકે તેવી અપ્રિય ઘટનાને અટકાવવા દીવમાં જાહેર સ્થળોએ દારૂ પિવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જ્યાં સુધી ગોવા, દમણ અને દીવ એક્સાઈઝ ડ્યુટી એક્ટ, 1964 દ્વારા પરવાનગી આપવામાં ન આવે ત્યાં સુધી તે કોઈપણ વ્યક્તિ માટે કોઈપણ સમયે કોઈપણ આલ્કોહોલિક પીણાનું સેવન ગેરકાયદેસર છે.
કલેક્ટરનો આદેશ
જિલ્લા કલેકટર (District Collector) ફવર્મન બ્રહ્માએ આદેશ જાહેર કરીને જણાવ્યું છે કે, સમગ્ર દીવમાં કોઈપણ જાહેર સ્થળો પર જેમ કે દરિયા કિનારે, જાહેર રસ્તાઓમાં, શેરીઓમાં દારૂનું સેવન કરવુ અથવા દારૂની બોટલો ફેકવી, નશાની હાલતમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
દીવમાં અધિકૃત સ્થળોએ પી શકશો દારૂ
કોઈપણ જાહેર મિલકત જેમાં તમામ જાહેર દરિયાકિનારાનો સમાવેશ થાય છે, પરંતુ ગોવા, દમણ અને દીવ એક્સાઈઝ ડ્યુટી એક્ટ, 1954 અને હેઠળ મંજૂર કરાયેલ કોઈપણ લાઇસન્સવાળી જગ્યાનો સમાવેશ થતો નથી એટલે કે દીવમાં અધિકૃત સ્થળે તમે દારૂ પી શકશો. આ હુકમ 10/10/2022 થી 08/12/2022 સુધી તાત્કાલિક અસરથી અમલમાં આવશે અને 60 દિવસના સમયગાળા માટે અમલી રહેશે. આ  આદેશનું  ઉલ્લંઘન  કરનાર  કોઈપણ  વ્યક્તિ  કલમ  188  હેઠળ  શિક્ષાને  પાત્ર  થશે અને તેમના સામે કાર્યવાહી થશે.
Tags :
Advertisement

.

×