ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

હાસ્ય કવિ સુરેન્દ્ર શર્માએ કહ્યું, હું જીવિત છું, હજુ કેટલાક વર્ષો રાહ જુઓ

સોશિયલ મીડિયામાં અવાર નવાર અફવા ઉડતી રહે છે અને લોકો તેને સાચું માનીને ઝડપથી શેર કરતા રહે છે. આવું જ કંઇક બન્યું હરિયાણાના પ્રખ્યાત કોમેડિયન સુરેન્દ્ર શર્મા સાથે.. જેમના મૃત્યુના સમાચાર સોમવારે એટલી ઝડપથી ફેલાઈ ગયા કે તેમણે પોતે જ આગળ આવીને પોતાના અસ્તિત્વનો પુરાવો આપવો પડ્યો.દેશના જાણીતા કોમેડિયન સુરેન્દ્ર શર્મા પોતાના જોક્સથી જાણીતા બન્યા છે. તેમના મોટા ભાગના જોક્સ પતિ પત્à
07:18 AM Jun 28, 2022 IST | Vipul Pandya
સોશિયલ મીડિયામાં અવાર નવાર અફવા ઉડતી રહે છે અને લોકો તેને સાચું માનીને ઝડપથી શેર કરતા રહે છે. આવું જ કંઇક બન્યું હરિયાણાના પ્રખ્યાત કોમેડિયન સુરેન્દ્ર શર્મા સાથે.. જેમના મૃત્યુના સમાચાર સોમવારે એટલી ઝડપથી ફેલાઈ ગયા કે તેમણે પોતે જ આગળ આવીને પોતાના અસ્તિત્વનો પુરાવો આપવો પડ્યો.દેશના જાણીતા કોમેડિયન સુરેન્દ્ર શર્મા પોતાના જોક્સથી જાણીતા બન્યા છે. તેમના મોટા ભાગના જોક્સ પતિ પત્à
સોશિયલ મીડિયામાં અવાર નવાર અફવા ઉડતી રહે છે અને લોકો તેને સાચું માનીને ઝડપથી શેર કરતા રહે છે. આવું જ કંઇક બન્યું હરિયાણાના પ્રખ્યાત કોમેડિયન સુરેન્દ્ર શર્મા સાથે.. જેમના મૃત્યુના સમાચાર સોમવારે એટલી ઝડપથી ફેલાઈ ગયા કે તેમણે પોતે જ આગળ આવીને પોતાના અસ્તિત્વનો પુરાવો આપવો પડ્યો.
દેશના જાણીતા કોમેડિયન સુરેન્દ્ર શર્મા પોતાના જોક્સથી જાણીતા બન્યા છે. તેમના મોટા ભાગના જોક્સ પતિ પત્ની પર જ આધારીત હોય છે અને તેઓ જોક્સ સંભળાવે ત્યારે તેમના હાવભાવ પણ સ્થિર જ હોય છે જેથી લોકો હસીને બેવડ વળી જાય છે.  એ જ કોમેડિયનના નિધનના સમાચારે સોમવારે તેમના ચાહકોને હચમચાવી દીધા હતા. 
પ્રખ્યાત કોમેડિયન અને એક્ટર સુરેન્દ્ર શર્માનું સોમવારે નિધન થયું છે અને ચંદીગઢમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ સમાચાર સોશિયલ મીડિયામાં આગની જેમ ફેલાઇ ગયા હતા. આ જોતાં સુરેન્દ્ર શર્મા જાતે જ આગળ આવ્યા હતા અને  પોતાનો એક વીડિયો શેર કર્યો હતો. 
તેમણે વિડીયો અપલોડ કરીને કહ્યું કે  પ્રિય દોસ્તો, હું સુરેન્દ્ર શર્મા શર્મા હાસ્ય કવિ, જીવતો ધરતી પરથી બોલું છું. તમે ના વિચારો કે હું પર જતો રહ્યો છું, પંજાબના કોઇ કલાકારનું નિધન થયું છે અને તેમાં  મારો ફોટો છાપી દીધો છે. હું એ કલાકારના પરિવાર પ્રત્યે સંવેદના પ્રગટ કરું છું. જે મને સંવેદના દેવા માગે છે, તેમને પ્રાર્થના કે કેટલાક વર્ષો રાહ જુએ હું  તમને ઘણું હસાવવા માંગુ છું. મારા જીવિત હોવાનો આનાથી વધુ પુરાવો હું તમને ન આપી શકું. તમે સ્વસ્થ રહો, શાંત રહો અને દરેક વ્યક્તિ સ્વસ્થ રહે.
Tags :
ComedianDeadGujaratFirstRumorSurendraSharma
Next Article