Ahmedabad Crime Branch ની સરાહનીય કામગીરી, બાળકીને 3 દિવસમાં શોધી પરિવારને પરત સોંપી
નવરંગપુરા વિસ્તારમાં (Navrangpura) 4 વર્ષની બાળકીનાં અપહરણનો ભેદ ક્રાઇમ બ્રાન્ચની 7 ટીમે ઉકેલી કાઢ્યો છે.
Advertisement
Ahmedabad : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફરી એકવાર સઘન કાર્યવાહી કરીને ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. નવરંગપુરા વિસ્તારમાં (Navrangpura) 4 વર્ષની બાળકીનાં અપહરણનો ભેદ ક્રાઇમ બ્રાન્ચની 7 ટીમે ઉકેલી કાઢ્યો છે. અપહરણ કરનાર આરોપી મહિલાની ક્રાઈમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરી છે. બાળકીને શોધી કાઢવા માટે ક્રાઇમ બ્રાન્ચની (Ahmedabad Crime Branch) સાતેય ટીમોએ સતત 3 દિવસ સુધી રાત-દિવસ મહેનત કરી હતી. આ કેસમાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Advertisement