Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અભિષેક બચ્ચનની અમિતાભ સાથે કરી સરખામણી, તો અભિનેતાએ કહ્યું, "બાપ-બાપ હોતા હૈ"

આજકાલ અભિષેક બચ્ચન તેમની ફિલ્મ દસવીના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મમાં અભિષેકે એક રાજનેતાની ભૂમિકા ભજવી હતી જે જેલમાં 10મા ધોરણની પરીક્ષા આપે છે. માત્ર અભિષેક જ નહીં પરંતુ તેના પિતા અમિતાભ બચ્ચને પણ પોતાના પુત્રની ફિલ્મનું ખૂબ પ્રમોશન કર્યું છે. એટલું જ નહીં આ દરમિયાન તેણે અભિષેકને પોતાનો વારસ પણ ગણાવ્યો હતો. હવે દસમામાં અભિષેકનું જબરદસ્ત પ્રદર્શન જોયા બાદ ચાહકો તેના ખૂબ વખાણ ક
અભિષેક બચ્ચનની અમિતાભ સાથે કરી સરખામણી  તો અભિનેતાએ કહ્યું   બાપ બાપ હોતા હૈ
Advertisement

આજકાલ અભિષેક બચ્ચન તેમની ફિલ્મ દસવીના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મમાં
અભિષેકે એક રાજનેતાની ભૂમિકા ભજવી હતી જે જેલમાં
10મા ધોરણની પરીક્ષા આપે છે. માત્ર અભિષેક જ નહીં પરંતુ તેના પિતા
અમિતાભ બચ્ચને પણ પોતાના પુત્રની ફિલ્મનું ખૂબ પ્રમોશન કર્યું છે. એટલું જ નહીં આ
દરમિયાન તેણે અભિષેકને પોતાનો વારસ પણ ગણાવ્યો હતો. હવે દસમામાં અભિષેકનું જબરદસ્ત
પ્રદર્શન જોયા બાદ ચાહકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. એક પ્રશંસકે અભિષેકની
સરખામણી બિગ બી સાથે પણ કરી હતી.
જેનો અભિષેકે એવો જવાબ આપ્યો હતો કે તેનું ટ્વીટ સોશિયલ મીડિયા પર
વાયરલ થઈ ગયું હતું. 
ચાહકે ટ્વીટ કર્યું, દસવી પછી હવે લોકો અમિતાભ બચ્ચનને કહેશે
કે તે અભિષેક બચ્ચનના પિતા છે. શું ફિલ્મ છે
, અભિષેકની કમાલ એક્ટિંગ. અભિષેકે કહ્યું ફેન્સનો આભાર, આ સાથે તેણે તેના પિતા માટે એક વાત પણ લખી. તેણે ટ્વીટ કર્યું, "પ્રશંસા બદલ આભાર, પણ સંબંધમાં બાપ બાપ હોય છે તે તમે જાણો છો.

After this movie, looking at @SrBachchan people will say, “see that man, he is @juniorbachchan’s father”

What a movie! #Dasvi 👏👏
What a class acting! #Abhishek #YamiGautam #NimratKaur #maddock #netflix #AbhishekBachchan #AmitabhBachchan pic.twitter.com/mlR0asOqB6

— Lokesh Jaiswal (@lokesh0210) April 11, 2022

" title="" target="">javascript:nicTemp();

Advertisement

અભિષેકની આ ટ્વીટને ખૂબ પસંદ કરવામાં
આવી રહી છે અને ચાહકો તેના પિતા પ્રત્યેના તેના પ્રેમ અને સન્માનની પ્રશંસા કરી
રહ્યા છે. અભિષેક બચ્ચનની ફિલ્મ દસવી વિશે વાત કરીએ તો તેમાં યામી ગૌતમ અને નિમરત
કૌર પણ છે. ફિલ્મમાં યામી જેલરની ભૂમિકામાં છે
, જ્યારે નિમરત અભિષેકની પત્નીની ભૂમિકામાં છે. ફિલ્મમાં જ્યારે
અભિષેક કે જે મુખ્ય પ્રધાન છે તે
જેલમાં જાય છે. કેદીઓને જેલમાં કામ કરાવવામાં ન આવે તે માટે અભિષેક
ત્યાંની સ્કૂલમાં અભ્યાસ કરવા જાય છે અને પછી દસમાની પરીક્ષા આપવાની તૈયારી કરે
છે. પહેલા તો તે કામથી બચવા માટે આ બધું કરે છે
, પરંતુ પછી તે અભ્યાસનું મહત્વ સમજીને જેલમાંથી બહાર આવીને લોકોને
શિક્ષણ પ્રત્યે પ્રેરિત કરે છે.

Advertisement


દસવી પછી અભિષેકે તેના આગામી
પ્રોજેક્ટ અંગે કોઈ જાહેરાત કરી નથી. પરંતુ એ ચોક્કસ છે કે અભિષેક હવે એક કરતા વધુ
પ્રોજેક્ટ લઈને આવી રહ્યો છે. જ્યારે તેના પિતા બિગ બી એટલે કે અમિતાભ બચ્ચનની
ફિલ્મ રનવે
34 ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. આ
ફિલ્મમાં અમિતાભની સાથે અભિષેક બચ્ચન અને રકુલ પ્રીત સિંહ લીડ રોલમાં છે. આ
ફિલ્મનું ટ્રેલર થોડા દિવસો પહેલા જ રિલીઝ કરવામાં આવ્યું છે
, જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે.

Tags :
Advertisement

.

×