Complaint Filed Against Jignesh Mevani : કોંગ્રેસ ધારાસભ્ય Jignesh Mevani સામે છેતરપિંડીનો આરોપ, મુશ્કેલીમાં વધારો!
કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની મુશ્કેલીમાં વધારો થયો હોય તેમ લાગી રહ્યું છે. જીગ્નેશ મેવાણી સામે ફરિયાદ કરવા પોલીસમાં અરજી કરાઈ છે.
Advertisement
કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની મુશ્કેલીમાં વધારો થયો હોય તેમ લાગી રહ્યું છે. જીગ્નેશ મેવાણી સામે ફરિયાદ કરવા પોલીસમાં અરજી કરાઈ છે. કોંગ્રેસ કાર્યકર્તા અને પૂર્વ સરપંચ યાકુબ શેરશિયા દ્વારા જ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. 2 વર્ષથી 4 લાખ રૂપિયા ન આપતા હોવાનો તેમના દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે. રાજસ્થાનની ચૂંટણીમાં ટિકિટ માટે પૈસા માગ્યાનો આક્ષેપ પણ તેમના દ્વારા કરવામાં આવ્યો છે. 25 લાખની માગણી બાદ 14 લાખમાં સોદો થયો હોવાનો ગંભીર આક્ષેપ તેમણે કર્યો છે. પાલનપુર સર્કિટ હાઉસમાં 4 લાખ રોકડા આપ્યા હોવાનો અને મિત્રને ટિકિટ અપાવવા નાણાં લીધા હોવાનો આરોપ તેમણે કર્યો છે..........જુઓ અહેવાલ...........

