ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot માં ડોક્ટરીની બેદરકારીથી મોત મામલે થઈ ફરિયાદ

Rajkot: ડોક્ટરની બેદરકારીથી મોત મામલે રાજકોટમાં પ્રથમ ફરિયાદ નોંધાઈ છે. સ્કંદ લાઈફ કેર હોસ્પિટલના બે ડોક્ટરો સામે ચાંદનીબેન રેણપરાએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે ડો.હાર્દિક સંઘાણી અને વોકાહાર્ટ હોસ્પિટલના ડો.જીગ્નેશ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અને બંને હોસ્પિટલના રેકોર્ડ તપાસવામાં આવી રહ્યા છે.
02:00 PM Dec 13, 2025 IST | Sarita Dabhi
Rajkot: ડોક્ટરની બેદરકારીથી મોત મામલે રાજકોટમાં પ્રથમ ફરિયાદ નોંધાઈ છે. સ્કંદ લાઈફ કેર હોસ્પિટલના બે ડોક્ટરો સામે ચાંદનીબેન રેણપરાએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે ડો.હાર્દિક સંઘાણી અને વોકાહાર્ટ હોસ્પિટલના ડો.જીગ્નેશ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અને બંને હોસ્પિટલના રેકોર્ડ તપાસવામાં આવી રહ્યા છે.

Rajkot: રાજકોટમાં ડોક્ટરની બેદરકારીથી દર્દીના મોતનો આ પ્રથમ કેસ છે જેમાં સીધી ફરિયાદ નોંધાઈ છે. સ્કંદ લાઇફ કેર હોસ્પિટલના ડો. હાર્દિક સંઘાણી તથા વોકહાર્ટ હોસ્પિટલના ડો. જીગ્નેશ પટેલ સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.ફરિયાદી ચાંદનીબેન રેણપરાના 28 વર્ષીય પુત્ર જય રેણપરાને તાવની તકલીફે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સિવિલના ડો. હાર્દિક સંઘાણીએ પરિવારને કંઈ જ જાણ કર્યા વિના દર્દીને સ્કંદ લાઇફ કેર હોસ્પિટલમાં ખસેડ્યો. ત્યાંથી ફરી વોકહાર્ટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન જ તેનું મોત નીપજ્યું.સિવિલ હોસ્પિટલના અધિક્ષકના રિપોર્ટમાં સ્પષ્ટપણે ડોક્ટરની બેદરકારીથી મોત થયાનો ઉલ્લેખ કરાયો છે.આ મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અને બંને હોસ્પિટલના રેકોર્ડ તપાસવામાં આવી રહ્યા છે.  ત્યારે આ મામલે હોસ્પિટલ સ્ટાફનું નિવેદન પણ સામે આવ્યું છે  ત્યારે સ્ટાફે શું કહ્યું ? જુઓ વીડિયોમાં...

Tags :
doctorDr. Hardik SanghaniDr. Jignesh PatelFIRGujarat FirstRAJKOTWockhardt Hospital
Next Article