કોંગી મહિલા પ્રમુખનું ઘરઆંગણે સ્વાગત કરાયું
અમરેલી જિલ્લાના વતની અને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ જેનીબેન ઠુમ્મરનું અમરેલી શહેરમાં પ્રથમ વાર આગમન થતા મહિલા કોંગ્રેસ પ્રમુખને કોંગી નેતાઓએ વધાવ્યા હતાં. પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ બન્યા બાદ જેનીબેનની અમરેલીમાં પ્રથમ મુલાકાત હોવાથી કાર્યકરો અને લોકોમાં ઉત્સાહનો માહોલ જોવાં મળ્યો હતો. આટલાં વર્ષોમાં અમરેલી જિલ્લાને પ્રથમ વાર મહિલા કોંગ્રેસનું પ્રમુખ પà
06:15 AM Apr 03, 2022 IST
|
Vipul Pandya
અમરેલી જિલ્લાના વતની અને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ જેનીબેન ઠુમ્મરનું અમરેલી શહેરમાં પ્રથમ વાર આગમન થતા મહિલા કોંગ્રેસ પ્રમુખને કોંગી નેતાઓએ વધાવ્યા હતાં. પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ બન્યા બાદ જેનીબેનની અમરેલીમાં પ્રથમ મુલાકાત હોવાથી કાર્યકરો અને લોકોમાં ઉત્સાહનો માહોલ જોવાં મળ્યો હતો.
આટલાં વર્ષોમાં અમરેલી જિલ્લાને પ્રથમ વાર મહિલા કોંગ્રેસનું પ્રમુખ પદ મળ્યું હોય જે ગૌરવ ની બાબત છે. તેથી ઘર આંગણે આવેલા મહિલા પ્રમુખ અમરેલી જિલ્લા માટે ગર્વ હોવાથી તેની રંગેચંગો સ્વાગત કરાયું હતું. જ્યારે પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ અમરેલી સર્કિટ હાઉસ ખાતે પધારતા પ્રમુખ જેનીબેન ઠુમ્મરનું સન્માન કોંગી નેતાઓ કર્યું હતું. સાથે જ કોંગી કાર્યકરોને જેનીબેન ઠુમ્મરે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને જલદીથી આગળ વધવા અનુરોધ કર્યો હતો.
Next Article