કડી વિધાનસભા પેટાચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર જાહેર, રમેશ ચાવડાના નામ પર પાર્ટીએ લગાવી મહોર
કડી વિધાનસભા પેટાચૂંટણી માટે કોંગ્રેસે પોતાનો ઉમેદવાર જાહેર કરી દીધો છે અને પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા રમેશ ચાવડાના નામ પર પાર્ટીએ મહોર મારી છે. સ્થાનિક સ્તરે પસંદગી કરવામાં આવી હોવાને કારણે ઉમેદવારી ઘોષણા બાદ સ્થાનિક કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો છે.
Advertisement
Kadi assembly by-election : કડી વિધાનસભા પેટાચૂંટણી માટે કોંગ્રેસે પોતાનો ઉમેદવાર જાહેર કરી દીધો છે અને પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા રમેશ ચાવડાના નામ પર પાર્ટીએ મહોર મારી છે. સ્થાનિક સ્તરે પસંદગી કરવામાં આવી હોવાને કારણે ઉમેદવારી ઘોષણા બાદ સ્થાનિક કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. રમેશ ચાવડાએ જાહેરાત બાદ ગુજરાત ફર્સ્ટ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે કડીના કાર્યકરો અને અહીંની જનતા તેમની સાચી તાકાત છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે જનમેળ અપેક્ષિત ટેકો આપશે અને કોંગ્રેસ આ બેઠક પર જીત હાંસલ કરશે. પોતાના વિઝન વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે તેઓ વિકાસના કામોને પ્રાથમિકતા આપશે અને સ્થાનિક સ્તરે પ્રગતિ માટે સંકલ્પબદ્ધ છે.
Advertisement