સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસનો દાવો : જનતા ભાજપને આપશે જવાબ
- સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસનો દાવો: જનતા ભાજપને આપશે જવાબ
- અમિત ચાવડાનો દાવો: કોંગ્રેસ તરફી ભારે મતદાન
- ભાજપની રાજનીતિ સામે જનતા ખૂલીને મતો આપી રહી છે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ નેતાએ મોટો દાવો કર્યો છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે, કોંગ્રેસ તરફી મતદાન થયું છે. ભાજપની સામદામ દંડની રાજનીતિને જનતા જવાબ આપશે, તેટલું જ નહીં તેમણે રાજ્યની પાલિકાઓમાં કોંગ્રેસનો ભવ્ય વિજયનો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે. સમગ્ર ગુજરાતમાં 68 જેટલી નગરપાલિકાઓ, જુનાગઢ મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અનેક જગ્યાએ પેટાચૂંટણીઓ માટે આજે મતદાન થઈ રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીની રાજ્યની સરકારે સામદામ દંડભેદની નીતિથી લોકોને ડરાવા દબાવી અને મતાધિકાર પારદર્શક રીતે સ્વતંત્રતાથી ના કરી શકાય એવો જે માહોલ ઊભો કર્યો હતો એનો જવાબ આપવા માટે લોકો ખુલી ને મતદાન કરવા માટે બહાર આવ્યા છે.
કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું કે, આજે આખા ગુજરાતમાં ખૂબ સારી રીતે લોકો બહાર આવીને મતદાન કરી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં આ નગરપાલિકા મહાનગરપાલિકાની ચૂંટણીઓના માધ્યમથી લોકો સરકારનું જે કુશાસન છે જે ભ્રષ્ટાચાર છે જે મંદી મોંઘવારીનો માર પ્રજા સહન કરી રહી છે જે પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ થઈને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તમામ મુદ્દાઓને લઈને મતદાન કરવા ખુલીને લોકો બહાર આવી રહ્યા છે ત્યારે આ વખતે મોટા ભાગની નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધનો માહોલ હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને એ જ માહોલ નગરપાલિકામાં પણ દેખાઈ રહ્યો છે.


