Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Surendranagar: Chotila માં SIR મુદ્દે Congress નો મોટો આરોપ

Surendranagar: સુરેન્દ્રનગર (Surendranagar) ના ચોટીલા (Chotila) પંથકમાં સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (SIR) ની કામગીરીને લઈને કોંગ્રેસ (Congress) દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવતા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા (Ritwik Makwana) એ SIR પ્રક્રિયામાં મોટાપાયે બેદરકારી અને ગેરરીતિ થતી હોવાનો દાવો કર્યો છે.
Advertisement

Surendranagar: સુરેન્દ્રનગર (Surendranagar) ના ચોટીલા (Chotila) પંથકમાં સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (SIR) ની કામગીરીને લઈને કોંગ્રેસ (Congress) દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવતા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા (Ritwik Makwana) એ SIR પ્રક્રિયામાં મોટાપાયે બેદરકારી અને ગેરરીતિ થતી હોવાનો દાવો કરતા જણાવ્યું છે કે, મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત લોકોના નામ કાઢવાનું વ્યવસ્થિત કાવતરું ચાલી રહ્યું છે, જેમાં આશ્ચર્યજનક રીતે થાનના ગૌરવ અને પદ્મશ્રી શાહબુદીનભાઈ રાઠોડનું નામ પણ મતદાર યાદીમાંથી રદ કરાવવા માટે ફોર્મ નંબર 7 ભરી દેવામાં આવ્યું હોવાનો સનસનીખેજ દાવો કર્યો છે. આ ઘટનાને SIR પ્રક્રિયાની ઘોર લાપરવાહી ગણાવતા મકવાણાએ સ્થાનિક જનતાને સાવચેત રહેવા અને પોતાની વિગતો ચકાસવા અપીલ કરી છે, જેના કારણે જિલ્લામાં મતદાર યાદીની વિશ્વસનીયતા સામે અનેક સવાલો ઊભા થયા છે.

Advertisement
Tags :
Advertisement

.

×